________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ ત્રીજી
૮૯ વિષયભોગોથી રોકી શકતો નથી. અર્થાત્ મન જીતી શકાતું નથી. આવું દ્રવ્યચારિત્ર માત્ર આત્મકલ્યાણનો હેતુ બનતું નથી. એમ આચારાંગસૂત્રના ત્રીજા અધ્યયનમાં કહ્યું છે, તે પાઠ આ પ્રમાણે છે
जमिणं अन्नमन्नवितिगिच्छाए पडिलेहाए न करेइ पावं कम्म, किं तत्थ मुणिकारणं सीया समयं तत्थ उवेहाए अप्पाणं विप्पसायए ॥
અન્યોન્ય (અરસપરસ-એકબીજાની પરસ્પર લજ્જા-શરમથી) અથવા (પાપ કરતી વખતે) બીજા કોઈ લોકોની દૃષ્ટિ પડતી હોય ત્યારે આ જીવ પાપ કરે નહીં તેમાં શું મુનિપણું કારણ કહેવાય ? અર્થાત્ : કેવળ લજ્જાથી જ આ જીવ ચારિત્ર પાળતો હોય અને તે જીવનું મન વિષયભોગોની આસક્તિમાં જ વર્તતું હોય, વિષયભોગોની પ્રાપ્તિની તક જોતું હોય તો ત્યાં પાપ ન કરવામાં શું મુનિપણું કારણ કહેવાય ? તેનો ઉત્તર આપતાં જણાવે છે કે “ના” મુનિત્વ એ પાપ અકરણમાં કારણ નથી. પરંતુ લજ્જામાત્ર કારણ છે. તેથી પાપબંધ અટકતો નથી. પરંતુ સમતાભાવ પૂર્વક (રાગ-દ્વેષની પરિણતિ લાવ્યા વિના) વિષયવિકારોને જીતીને જો પાપકર્મો ન કરવામાં આવે અને નિર્મળ ચિત્તે આત્મસાધના કરવામાં આવે તો જ તે ચારિત્ર આત્મકલ્યાણ કરનારું બને છે.
પૂજ્ય શાસ્ત્રકાર ભગવાન શ્રી હરિભદ્રસૂરિજીએ પણ ષોડશકમાં કહ્યું છે કેबालः पश्यति लिङ्ग, मध्यमबुद्धिर्विचारयति वृत्तम् । ગામતરૂં તું યુધ: પરીક્ષત્તિ સર્વત્નર | ૧-૨ |
બાલજીવો સાધુનો વેષમાત્ર દેખીને સાધુને સાધુ માને છે. મધ્યમ બુદ્ધિવાળા જીવો સાધુના બાહ્ય સદાચારોને જોઈને સાધુને સાધુ માને છે અને ગીતાર્થ જ્ઞાની પુરૂષો તો જીવોમાં આગમતત્ત્વ=આત્મકલ્યાણકારક એવી જ્ઞાનદષ્ટિ અર્થાત્ વિવેકદૃષ્ટિ કેટલી છે? તેની જ સર્વ પ્રયત્નથી પરીક્ષા કરે છે.
સાધુપણાના આચારો પાળવા એ ઘણા દુષ્કર છે. અને આચારો પાળવાનું જીવન પ્રાપ્ત કર્યા પછી મનને વિષયવિકારોથી રોકવું તે તેનાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org