SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત બની જાય છે. ઉપશમભાવથી પરિણત બની જાય છે. અનુક્રમે સમતાભાવની વૃધ્ધિ થતાં સર્વકર્મોનો ક્ષય કરીને આ જીવ અક્ષયપદ પામનાર બને છે. આ જીવને દૃષ્ટિ જ બદલવાની તાતી જરૂર છે. બહિરાત્મભાવમાંથી નીકળીને આ દૃષ્ટિ જો અંતરાત્મભાવમાં આવે તો અલ્પકાળે • જ પરમાત્મપદ પામે. ૩-૧૦ || અંતરાત્મદષ્ટિ વિનાનું બાહ્ય આચરણ મુક્તિ-હેતુ બનતું નથી. તે સમજાવે છે. ચરણ હોય લજ્જાદિકે, નવિ મનને ભંગ ! ત્રીજે અધ્યયને કહ્યું, એમ પહેલે અંગે ૩-૧૧ આતમ તત્ત્વ વિચારીએ રે ૩૨ / લજ્જાદિક= શરમ વગેરેથી, ભંગ ભાંગવું, નવિ= નહીં. ગાથાર્થ= આ જીવ ઘણીવાર લજ્જા (શરમ) વગેરેથી પણ ચરિત્ર લે છે. અને પાળે છે. પરંતુ મનને ભાંગતો (જીતતો) નથી. આવું પણ બને છે. એમ પહેલા અંગમાં ત્રીજા અધ્યયનમાં સ્પષ્ટ કહ્યું છે. ૩-૧૧ || વિવેચન= જે જે આત્માઓ, સંસારમાં ડુબેલા છે. પાંચ ઈન્દ્રિયોના વિષયસુખમાં લીન છે. ભોગોમાં જ આસક્ત છે. જેઓ તત્ત્વજ્ઞાન પામ્યા નથી. બાહ્યદૃષ્ટિ માત્ર છે. રસગારવ, ઋદ્ધિગારવ અને સાતાગારવમાં જેઓ ઓતપ્રોત બનેલા છે. તેઓનું મન તો ભોગોમાં હોય આ વાત સ્વાભાવિક છે પરંતુ જેઓએ વૈરાગ્ય પ્રાપ્ત કરી, સંસારનો ત્યાગ કરી ચારિત્ર ગ્રહણ કર્યું છે. સંયમક્રિયામાં વર્તે છે. પરંતુ સદ્દગુરુનો યોગ ન મળવાથી, અથવા વૈરાગ્યવાહી ગ્રંથોનો અભ્યાસ ન કરવાથી, અથવા સત્સંગ અને સ્વાધ્યાયાદિનું આલંબન ન મળવાથી અથવા મળ્યું હોય તો તેને સતત ન જાળવી રાખવાથી આત્મતત્ત્વની સાચી જ્ઞાનદશા પ્રગટ ન થવાથી આ કાયા દ્રવ્યચારિત્ર માત્ર પાળવામાં અને મન ભોગોમાં જ જ્યારે વર્તવું હોય છે. ત્યારે આ જીવ લજ્જા આદિના કારણે ચારિત્ર પાળે છે. પરંતુ મનને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001100
Book TitleSavaso Gatha nu Hundi nu Stavan
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2003
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Spiritual
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy