________________
૮૫
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ ત્રીજી
શાશ્વત એવો મારો એક આત્મા જ મારો છે. કે જે જ્ઞાન, દર્શન, આદિ ગુણોથી સંયુક્ત છે. બાકીના સર્વે ભાવો આત્માથી બાહ્ય છે. અને સંયોગ માત્રથી જ મળેલા છે. (નિયમા વિયોગ થવાવાળા જ છે).
પરપદાર્થોના આ સંયોગના કારણે જ આ જીવવડે દુઃખોની પરંપરા પ્રાપ્ત કરાઈ છે. તેથી સંયોગજન્ય સર્વ સંબંધોનો હું ત્યાગ કરૂં છું.
આ પ્રમાણે અનેક ગીતાર્થ જ્ઞાની મહાત્માઓએ ભિન્ન ભિન્ન શાસ્ત્રોમાં જણાવ્યું છે. અને પ્રત્યક્ષ અનુભવનો વિષય પણ છે કે “આ મારું છે. હું એનો છું” આ સર્વે મોહસંજ્ઞા છે. બાહ્યભાવ છે. લોકસંજ્ઞા છે. બહિરાત્મભાવ છે. પરંપરિણતિ છે. તે સર્વેનો ત્યાગ કરીને અંતરાત્મદશાને જ પ્રધાનપણે આદરી સ્વભાવદશામાં લયલીન બનવું એ જ આત્મધર્મ છે. કલ્યાણ કરનાર છે. તે ૩-૯ /
આ જ વાત હજુ વધારે સ્પષ્ટ કરે છેબાહિર દૃષ્ટિ દેખતાં, બાહિર મન ધાવે ! અંતર દષ્ટિ દેખતાં, અક્ષયપદ પાવે ૩-૧૦
આતમ તત્ત્વ વિચારીએ તે ૩૧ || બાહિર= બાર, ધાવે= દોડે અક્ષયપદ= મુક્તિપદ, પાવે= પ્રાપ્ત કરે.
ગાથાર્થ= જે આત્માઓ ચર્મચક્ષુથી શરીરાદિને મારાં છે એમ દેખે છે તેનું મન બહાર (બાહ્યભાવોના સંયોગ-વિયોગમાં) જ દોડે છે. અને જે આત્માઓ જ્ઞાન-ચક્ષુથી સ્વગુણોને મારા છે એમ દેખે છે તેનું મન મોહરહિત થયું છતું અક્ષયપદ (મુક્તિપદ) પામનાર બને છે.
વિવેચનઃ આ આત્મામાં પદાર્થોને જોવાની બે પ્રકારની દૃષ્ટિ છે એક ચર્મચક્ષુ અને બીજી જ્ઞાનચક્ષુ, પહેલીને બાહ્યદૃષ્ટિ કહેવાય છે. અને બીજીને આન્તરદૃષ્ટિ કહેવાય છે. એક ચક્ષુ પુદ્ગલની બનેલી છે. અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org