________________
૮૬
પૂજયપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત બીજી ચક્ષુ આત્મતત્ત્વના ગુણરૂપ હોવાથી ગુણની બનેલી છે. એક દૃષ્ટિ ઘટ-પટ આદિ પદાર્થોના રૂપને જોનારી અને જાણનારી છે. જ્યારે બીજી દૃષ્ટિ આત્માના જ્ઞાન-દર્શન-ચારિત્ર અને વીર્યાદિ ગુણોને જાણનારી છે.
જે જે આત્માઓ ચક્ષુ આદિ પુદ્ગલમય બનેલી પાંચ ઈન્દ્રિયો સ્વરૂપ બાહ્ય દૃષ્ટિ વડે જડ એવા પુદ્ગલ દ્રવ્યોના વિવિધ વર્ણાદિ ગુણોને જાણે છે. જાએ છે. અને જોઈને તેમાં ઇષ્ટાનિઝ બુદ્ધિ કરવા પૂર્વક સુબ્ધ થઈ લુબ્ધ બની વારંવાર તેના સંયોગ-વિયોગને જ ઇચ્છે છે. તેઓનું મન પણ તેના તરફના સંકલ્પ-
વિક્મ વાળું જ નિરંતર રહે છે. તે જીવોને તે પદાર્થો જ સુખદાયક અને દુઃખદાયક દેખાય છે એટલે ઈષ્ટના સંયોગને અને અનિષ્ટના વિયોગને ઈચ્છતા તે જીવો નિરંતર તેના જ ઉપાયોમાં અને માનસિક વિચારોમાં ડુબેલા રહે છે. ચિંતા તથા ઉદ્ગમય જીવન જીવે છે. અને માનવભવનો કિંમતી સમય ગુમાવે છે. સારાંશ કે બાહ્યદૃષ્ટિથી પૌદ્ગલિક ભાવોના જ ગુણો દેખાય છે અને તેમાં રાગવૈષની પરિણતિ થતાં તેની જ પ્રાપ્તિ-અપ્રાપ્તિના સંકલ્પ-વિકલ્પોમાં મન બહાર ને બહાર દોડ્યા જ કરે છે. “આત્મતત્ત્વ” વિચારવાનો કે જાણવાનો તેવા જીવોને સમય જ આવતો નથી. અને કલ્યાણકારક એવો આ માનવ ભવ સમાપ્ત થઈ જાય છે. પરાયા પદાર્થોને પોતાના માની તેના પ્રત્યે રાગ-દ્વેષ કરી અનેકવિધ કલેશ અને કષાયો કરવા દ્વારા નવાં ચીકણાં કર્મો બાંધી આ બાહ્યદૃષ્ટિ જીવો સંસારમાં રઝળે છે અને અનંતા દુઃખો પામે છે. બાહ્ય પદાર્થોને જોવાનો કદાપિ અંત આવતો નથી તે તરફ મન દોડ્યા જ કરે છે. સદા દોડ્યા જ કરે છે.
પરંતુ જ્ઞાની, ગીતાર્થ, સંવેગ-નિર્વેદ પરિણામી એવા સુગુરુનો યોગ પ્રાપ્ત થવાથી સમ્યક્ શાસ્ત્રોના અધ્યયન દ્વારા પરમાત્માની વાણીને વારંવાર વાગોળવાથી જ્યારે “બાહ્ય પદાર્થો એ બાહ્ય છે, પર છે, મારા નથી, હું તેઓનો નથી. સ્વતંત્ર એક મારો આત્મા એ જ સાચું મારું દ્રવ્ય છે. અનંત-અક્ષય જ્ઞાનાદિ ગુણો એ જ મારા ગુણો છે. તે ગુણોનો જ હું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org