________________
૧૪૦
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત ગાથાર્થ= નિશ્ચયનયની દૃષ્ટિને હૈયામાં રાખીને તેની પ્રાપ્તિ અર્થ તેના ઉપાયરૂપે) જે જે આત્માઓ વ્યવહારને (પંચાચારાદિ આચાર પાલનને) આચરે છે. તે જ પુણ્યશાળી આત્માઓ આ ભવસમુદ્રનો પાર પામનાર બને છે. જે પ-૪ ||
વિવેચન= પોતાના શુદ્ધ આત્મતત્ત્વને પ્રાપ્ત કરવાનું બરાબર લક્ષ્ય રાખવું તે નિશ્ચયદષ્ટિ છે અને આ ધ્યેયને અવિચલિત પણે હૈયામાં રાખીને તે સાધ્યને સાધવા માટે શાસ્ત્રાનુસારી પંચાચાર-પાંચ મહાવ્રત પાંચ સમિતિત્રણ ગુપ્તિ આદિના પાલનરૂપ ધર્મક્રિયાઓ કરવી, તે વ્યવહાર દૃષ્ટિ છે. જે જે મહાત્માઓ નિશ્ચયદષ્ટિ પૂર્વક શુદ્ધ વ્યવહારનું આચરણ કરે છે. તે તે મહાત્માઓ આ પ્રમાણે પવિત્ર સાધ્ય-સાધન દાવને અનુસરવા પૂર્વક પોતાના આત્મામાં સત્તાગત રહેલી શુદ્ધતાને (નિર્મળ અનંત ગુણવત્તાને) આવિર્ભત કરીને પરમસિદ્ધિપદ પ્રાપ્ત કરનારા થયા છે. થાય છે અને થશે. ખાલી ખાલી નિશ્ચયનયની મૌખિક વાતો માત્ર કરનારા અને તેના સાધનને નહીં આચરનારા આત્માઓ આ તત્ત્વ પામી શકતા નથી.
૧ ધન કમાવાનું લક્ષ્ય દરેક સંસારી આત્માઓને હોય છે. પરંતુ લક્ષ્ય માત્રથી ધનપ્રાપ્તિ થતી નથી. તેના સાધનભૂત નોકરી-ધંધો અથવા કોઈપણ વ્યવસાય કરવો જ પડે છે. હા, એટલું જરૂર સમજવું જોઈએ કે આ નોકરી ધંધો આદિ વ્યવસાય ધનપ્રાપ્તિ કરાવે તેવા હોવા જોઈએ. ખાલી ખાલી વેઠકરૂપ ન હોવા જોઈએ. તેને જ સાધ્યસાધનદાવ કહેવાય છે.
૨ દુકાનમાં કોઈ પણ જાતનો ધંધો કરતી વખતે નફાનું લક્ષ્ય હૃદયમાં રાખીને જ વકરો કરાય છે. નફાનું લક્ષ્ય એ નિશ્ચય છે. જે હૃદયમાં હોય છે. અને વકરો કરવો એ વ્યવહાર છે. જે કાયિક પ્રવૃત્તિ છે. વસ્તુની લેવડ-દેવડ (ખરીદ-વેચાણ) કરવાં તે વેપાર છે. ખરીદ કિંમત કરતાં વેચાણકંમત વધારે રાખવાની જે દૃષ્ટિ તે નિશ્ચય છે. વકરા વિના નફો બેસે નહીં તેથી નફાની પ્રાપ્તિ માટે વકરો કરવા જેવો છે (કર્તવ્ય જ ગણાય.) હ, એટલી વાત ચોક્કસ છે કે ૧૦૦ રૂપિયાની ખરીદેલી વસ્તુ ૧૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org