________________
૨૬૦
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત ચલાયમાન (કંપાયમાન) થાય તેમ નથી. છતાં કદાચ તે કંપાયમાન થાય પરંતુ પરમાત્મા સીમંધરસ્વામી પ્રભુ ગમે તેવા ઉપસર્ગ પરિષહો આવે તો પણ કંપાયમાન ન થાય તેવા છે. તેથી મેરૂપર્વતને પણ ધર્યગુણ દ્વારા જિતનારા.
આવા શ્રી સીમંધરસ્વામીને વિનંતિ કરવારૂપે આ સ્તવન બનાવ્યું છે. વર્તમાન કાળમાં સર્વજ્ઞ, પૂર્વધર, શ્રુતકેવલી વિગેરે મહાપુરુષોના વિરહવાળા કાળમાં, અજ્ઞાની અને અહંકારી એવા તથા પોતાના અનુયાયી વર્ગના તોફાનોના કારણે પદારૂઢ થયેલા કુગુરુઓ ધર્મની દેશના પાલટે છે. ઉત્સુત્ર પ્રરૂપણા કરે છે. અર્થ-કામની દેશના આપવા રૂપ ઉન્માર્ગ જ બતાવે છે. સાચો જ્ઞાનમાર્ગ બતાવતા જ નથી. કલહ અને કદાગ્રહના દરિયા છે. સત્તાધીશ થઈ ગયા છે. એવા કુત્સિત કુગુરુઓના હાથમાં ફસાઈ ચુકેલા ભવ્ય મુમુક્ષુ આત્માર્થી અને ભદ્રિક જીવોને વ્યવહારનયથી અને નિશ્ચયનયથી ધર્મનું સાચું સ્વરૂપ સમજાવવા માટે શ્રી સીમંધરસ્વામીને વિનંતિ કરવા રૂપે પૂજ્યપાદ શ્રી યશોવિજયજી ઉપાધ્યાયજી મહારાજશ્રીએ આ સ્તવન બનાવ્યું છે. આવા પ્રકારની નિર્ભય, સર્વથા સત્ય, ટંકશાળી વાણી પ્રકાશવા દ્વારા આપણા ઉપર અસીમ ઉપકાર કરનારા એવા પૂજ્યપાદ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજશ્રીને લાખો-લાખો વંદના.
અગ્યારમી ઢાળ સમાપ્ત
શ્રી સીમંધર સ્વામી પરમાત્માને વિનંતિ કરવા રૂપે બનાવેલું નિશ્ચય-વ્યવહારનયથી ધર્મનું સ્વરૂપ સમજાવનારા સવાસો ગાથાના
સ્તવનની તથા તેના સરળ ગુજરાતી અર્થોની સમાપ્તિ થઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org