________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ છઠ્ઠી
૧૭૩ જુદા જાદા અનેક નવા આડંબરીય વ્યવહારો ચલાવનારા આ આત્માઓ હોય છે. શાસ્ત્રવિરુદ્ધ આચરવામાં, શાસ્ત્રવિરુદ્ધ બોલવામાં જાણીબુઝીને અવિધિ માર્ગ ચલાવવામાં, ધીકા હદયવાળા (કઠણ હૃદયવાળા-નિર્ધ્વસ પરિણામ વાળા) જે આત્માઓ હોય છે. તે અતિશય તીવ્ર ગાઢ મિથ્યાત્વ મોહના ઉદયવાળા જાણવા. પોતે પણ સંસારમાં ડુબે છે. અને તેમના ફંદામાં ફસાનારાને પણ ડુબાડનારા હોય છે. આવું ઉપદેશમાલા શાસ્ત્રમાં પૂજ્ય શ્રી ધર્મદાસગણિજીએ કહ્યું છે. પામર જન પણ નવિ કહે, સહસા જૂઠ સશૂકો રે ! જૂઠ કહે મુનિ વેશે છે, તે પરમારથ ચૂકો રે || ૬-૧૨ |
તુજ વિણ ગતિ નહીં જંતુને. # ૭પ પામરજન સામાન્ય માણસ, સહસા=ઉતાવળથી, શુક=નિર્ભયપણે.
ગાથાર્થ= સામાન્ય અજ્ઞાની મનુષ્ય પણ નિર્ભયપણે (પાપ લાગશે એવા ભય વિના) એકદમ તુરત જ બોલતો નથી. (જાડુ બોલવામાં ડરે છે) અને મુનિવેશ ધારણ કરીને માયાકપટપૂર્વક નિર્ભયતાથી જે જાદુ બોલે છે. તે પરમાર્થપદથી ભ્રષ્ટ જાણવા. / ૬-૧૨ |
વિવેચન= જગતના સામાન્ય વ્યવહારોમાં, વસ્તુઓની કોઈ પણ પ્રકારની લેવડ-દેવડ કરવામાં, અથવા ધર્મસંબંધી ચર્ચા વિચારણા આદિ કાર્યોમાં અજ્ઞાની એવા સામાન્ય કક્ષાના માનવીઓ પણ ઉતાવળે ઉતાવળે નિર્ભયપણે કઠણ હૃદય રાખીને જૂઠું બોલતા નથી. તે જીવોને “જુઠું બોલવામાં પાપ લાગશે, આપણું ખરાબ દેખાશે, સત્ય બહાર આવશે ત્યારે જાન-માનની હાનિ થશે” આવા ભયો પ્રવર્તે છે. જ્યારે આ આત્માઓ મુનિવેશ ધારણ કરીને આટલો ઊંચો હોદો ગ્રહણ કરીને પણ સૂત્રવિરુદ્ધતાના, તીવ્રપાપબંધના, અને જ્ઞાનીઓની અવગણનાના દોષો સેવવામાં કોઈ પણ જાતના ભયો રાખ્યા વિના છડેચોક જુઠું બોલે છે. આ મુનિઓ ખરેખર આત્માર્થતા સાધવાના પરમાર્થથી નષ્ટ ભ્રષ્ટ થયેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org