________________
૧૩૦
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત આનાથી ઉલટું, પર એવા જડ દ્રવ્યોના ભોગ સંબંધી, મિથ્યા સુખાભાસરૂપ ભોગાસક્તિનું જે અનુભવજ્ઞાન થાય છે. તે તો કેવળ સંકલેશની વૃદ્ધિ કરનારું અને આ આત્માને અનેક બંધનોમાં પ્રતિબંધિત કરનારું છે. માટે ભોગાનુભવજ્ઞાનને ત્યજીને આત્મહત્ત્વના શુદ્ધ અનુભવજ્ઞાનમાં જ છે મહાનુભાવો ! તમે રમનારા-ઝુમનારા થાઓ. લયલીન બનનારા થાઓ. પરદ્રવ્યોની પ્રીતડી ત્યજો. એવો ગુરુજીના ઉપદેશનો ધ્વનિ છે. ! ! ૪-૧૪ |
આ જ હકિકત ગ્રંથકારશ્રી વધુ દૃઢ કરતાં સમજાવે છેઆતમરામ અનુભવ ભજો, તજ પરતણી માયા ! એહ છે સાર જિનવચનનો, વળી એ શિવ છાયા / ૪-૧૫ /
શુદ્ધ નય અર્થ મન ધારીએ છે પ૧ છે. આતમરામ= આત્મતત્ત્વમાં રમવું, ભો= આદર, શિવછાયામુક્તિનો આંશિક અનુભવ.
ગાથાર્થ= તેથી આત્મતત્ત્વના અનુભવને જ સ્વીકારો, પરદ્રવ્યોની માયાને (પ્રીતિને) ત્યજો. જિનેશ્વર પરમાત્માના વચનોનો આ જ એક સાર છે. આવા અનુભવની લીનતા એ મુક્તિના સુખના અનુભવના એક અંશરૂપ (છાયારૂપ) છે. | ૪-૧૫ /
વિવેચન= શુદ્ધ આત્મદ્રવ્ય, અને શુદ્ધ આત્મતત્ત્વના અનુભવાત્મક જ્ઞાન, આ બન્ને ગુણ-ગુણી છે. અભેદતત્ત્વ છે. આ જ ઉપાદેય છે. આ જ શુદ્ધ આત્માનું યથાર્થ સ્વરૂપ છે. તેથી હે મહાનુભાવ આત્મા ! તું તેમાં જ રમનારો બન. શુદ્ધ આત્મતત્ત્વના અનુભવને જ ભજનારો બન. નિર્મળ શુદ્ધ જ્ઞાનાનંદને જ પ્રાપ્ત કરનારો બન. આ જ માર્ગ આત્માનું કલ્યાણ કરનારો છે. જિનેશ્વર પરમાત્માના પ્રવચનનો પણ આ જ સાર છે.
પર એવા પુદ્ગલદ્રવ્યોની, અને પર એવાં અન્ય જીવદ્રવ્યોની (પુત્રાદિ પરિવારની અને શિષ્યાદિ પરિવારની) માયા (મૂર્ણા-મમતા) તું ત્યજી દે. આ સર્વે સાંયોગિક ભાવો છે. વિનશ્વર સ્વભાવવાળા છે. પ્રાપ્તિમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org