________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ ત્રીજી કર્મોના ઉદયથી જ આવી છે. અને કર્મોદય પૂર્ણ થતાં ચાલી જવાવાળી પણ છે જ. સદા રહેવાની જ નથી, ભવાન્તરમાં સાથે આવવાની નથી. એ તારૂં સ્વરૂપ નથી. તેથી તું સાનુકૂળતાદિમાં રાગ પરિણામવાળો અને પ્રતિકૂળતાદિમાં વૈષ પરિણામવાળો ન થા. અને સમભાવમાં સ્થિર થા. ઉપશમભાવવાળો બન. શાસ્ત્રોમાં જ કહ્યું છે કે
वंदिज्जमाणा न समुल्लसंति, हेलिजमाणा न समुज्जलंति । दंतेण चित्ते न चलंति धीरा, मुणी समुग्घाइयरागदोसा ॥१॥
નાશ કર્યો છે રાગ અને દ્વેષ જેઓએ એવા મુનિઓ વંદન કરાતા છતા હર્ષ પામતા નથી, અને હાલના (અપમાન) કરાતા છતા ગુસ્સે થતા નથી. ચિત્તમાં ઈન્દ્રિયદમનવાળા હોવાથી તે ધીરપુરુષો સ્વભાવદશાથી ચલિત થતા નથી.
આત્માર્થી આત્માઓએ સાનુકૂળ-પ્રતિકૂળ એવી પૌલિક વસ્તુઓ પ્રત્યે અને મિત્ર-શત્રુઓ પ્રત્યે તો રાગ-દ્વેષ કરવાના હોતા નથી પરંતુ ધર્મક્રિયા અને પાપક્રિયા પ્રત્યે તથા તે કરનારી વ્યક્તિઓ પ્રત્યે પણ રાગ-દ્વેષ કરવાના હોતા નથી. આવા રાગ-દ્વેષથી પણ જીવ અક્કડ અને અહંકારી બને છે. પોતાની જાતનો પ્રશંસક અને પરનિંદક બને છે. માટે હે આત્મા ! સર્વત્ર સમભાવવાળો તું થા. આત્માના ગુણોની જ ઝંખના કરવારૂપ “આત્મ પરિણતિ” ને જ આદર. અને સાનુકૂળ કે પ્રતિકૂળ એવી સર્વે પૌલિક વસ્તુઓ કે પર વ્યક્તિઓ તારી પોતાની ન હોવાથી તેમના પ્રત્યેની પ્રીતિ-અપ્રીતિ-હર્ષ-શોક-રાગ-દ્વેષ રૂપ પરપરિણતિને તું પીલી નાખ. કચડી નાખ. કદાપિ પાછી ન આવે તેવી રીતે દૂર ફેંકી દે. સચેતન કે અચેતન એવા પરદ્રવ્યો પ્રત્યેની મોહક એવી “આ પરપરિણતિ આ જીવને આશારૂપી પાશથી (જાળથી) બાંધીને ચારે ગતિ રૂપ અપાર સંસારમાં ભટકાવે છે.” કહ્યું છે કે
जे परभावे रत्ता, मत्ता विसयेसु पावबहुलेसु । માસીપાસનિર્વદ્ધા, મતિ વડે રૂ મહારને || ૧ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org