________________
૧૮૮
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત કૃતાર્થ (સફળ જીવનવાળા) છે. કારણકે ભાવક્રિયા લાવવાના પરમસાધનભૂત - એવી દ્રવ્યક્રિયા કરવારૂપ નિસરણી તો મળી જ છે. આવા પ્રકારની લોકલ આદિના કારણે પણ જે આત્માઓ હિંસા-જૂઠ-ચોરી-મૈથુન-પરિગ્રહાદિ પાપોથી જેમ બને તેમ અળગા રહે છે. તથા તે લોકલ આદિથી ભોગ ઉપભોગમાં પણ દિન પ્રતિદિન હાનિ પરિમિતતા વાળા બને છે અને તેથી અહંકાર અને આસક્તિમાં પણ દિન પ્રતિદિન હાનિવાળા થાય છે. તથા યથાશક્તિ દાનશીયળ-તપ તથા શુભભાવ આદિ ધર્મકાર્યોનો પ્રામાણિક પણે વ્યવહાર કરતા છતા (ભલે કદાચ નિર્જરા અલ્પ કરે અથવા ન કરે તો પણ) પુણ્યબંધ કરનારા તો અવશ્ય બને જ છે. તેવા પુણ્યના બળે ધર્મસામગ્રી યુક્ત નરભવ, તીર્થંકરાદિની વિહારભૂમિવાળું ક્ષેત્ર, વગેરે ધર્મકાર્યની સાધનસામગ્રી પામવાને યોગ્ય બને છે. આવા પ્રકારનું મહાનિશીથ સૂત્રમાં પણ કહ્યું છે.
ઉપરોક્ત સર્વે હકિકત વ્યવહારનયથી જાણવી. કારણકે વ્યવહારનય સાધનની પ્રધાનતા દર્શાવનાર છે. દ્રવ્યક્રિયા હશે તો ભાવક્રિયા આવશે. કદાચ નહીં આવે તો પણ છેવટે પુણ્યબંધ કરાવશે અને ધર્મના સાધનભૂત ક્ષેત્રોમાં જન્મ અપાવશે. તેથી લજજા આદિથી પણ દ્રક્રિયા અવશ્ય કર્તવ્ય છે.
જ્યારે નિશ્ચયનયનો જે મત છે તે પૂર્વે ૧ થી ૪ ઢાળમાં ગ્રંથકારશ્રી કહી ચૂક્યા છે. નિશ્ચયનય સાધ્યની પ્રધાનતા દર્શાવનાર છે. તેથી તે દ્રક્રિયાને પ્રધાન ન કરતાં ભાવક્રિયાને જ અથવા જ્ઞાન ગુણને જ વધારે મહત્વ આપનાર છે. જો આત્મશુદ્ધિનો લક્ષ્ય ન હોય, સાધ્યની સિદ્ધિ થાય તે રીતે સાધન સેવવાની વૃત્તિ ન હોય અર્થાત્ યથાર્થ સાધ્ય સાધનદાવ જો ન હોય તો આવા પ્રકારની વિતિગિચ્છાએ (શંકાશીલ મનોવૃત્તિ, રૂચિ વિનાની મનોવૃત્તિએ) કરીને કરેલી ધર્મક્રિયાઓ સકામનિર્જરા કરાવનાર બનતી નથી. માટે તેમાં ભાવચારિત્ર કહેવાતું નથી. આમ નિશ્ચયનયનું કહેવું છે. આ વાત આચારાંગસૂત્રમાં પણ કહેલી છે. બને નયોનો સારાંશ આ પ્રમાણે છે કે ભાવ વિનાની (સમ્યકત્વાદિ ગુણ વિનાની) દ્રવ્યક્રિયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org