________________
૧ ૧૮
પૂજયપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત પરકી આશ સદા નિરાશા, એ હે જગજન પાશા | તે કાટકું કરો અભ્યાસા, લહો સદા સુખ વાસા /
આપ સ્વભાવમાં રે અવધુ સદા મગનમેં રહના. || " અર્થ પર પદાર્થોની આશા હંમેશાં નિરાશારૂપ જ છે. કોઈ પણ જાતનું સુખ આપનાર નથી. (દુઃખ જ આપનાર છે, તેથી આ પરની આશા જગતના જીવોને ફસાવનારી એક પ્રકારની જાળ જ છે. તેથી તે આશાને કાટવાનો (છેદવાનો) પ્રયત્ન કરો અને તેનાથી (પરની આશાને છેદવાથી) હંમેશને માટે સુખવાળો વસવાટ પ્રાપ્ત કરો.
સજ્જન પુરુષોનો નિરંતર સંગ, આધ્યાત્મિક ગ્રંથોનું વારંવાર પઠન-પાઠન, મહાત્મા પુરુષો પ્રત્યેનો હાર્દિક બહુમાનનો ભાવ, સાંસારિક સુખો ઉપરનો વૈરાગ્ય, સંસારનાં સુખોને પણ બંધન સમજી તેનાથી મુક્ત થવાની અભિલાષા, વૈરાગ્યવાહી દેશનાનું સતત શ્રવણ, ધાર્મિક અનુષ્ઠાનોના આચરણકાલે પણ સંવેગ-નિર્વેદની વૃદ્ધિનું જ લક્ષ્ય, ઈત્યાદિ ઉત્તમ આચરણાઓ અને વિચારસરણીઓથી જ્યારે આ આત્મા શુદ્ધ આત્મતત્ત્વ પ્રાપ્ત કરવાનું સમ્યગૂજ્ઞાન પ્રાપ્ત કરે છે. અને તેવા પ્રકારના સમ્યજ્ઞાન દ્વારા વિષની વેલડી સમાન આ પરદ્રવ્યોની આશાને (પરપરિણતિને)
જ્યારે ટાળે છે. પરદ્રવ્યોનો મોહ ત્યજે છે. ત્યારે જ નિર્વેદ-સંવેગ આદિ ગુણો પ્રાપ્ત કરવા દ્વારા પોતાના શુદ્ધ આત્મતત્ત્વને જ અક્ષય અને અનંતગુણવાળો જોતો છતો, જાણતો છતો, પુણ્ય-પાપ કર્મોના ઉદયજન્ય સઘળા પણ સાનુકૂળ-પ્રતિકૂળ ભાવો તરફથી ઉદાસીનવૃત્તિવાળો થયો છતો રાગ-દ્વેષ નહીં કરવા વડે (સમભાવમાં રહેવા વડે) પૂર્વસંચિત કર્મોને ખપાવી શુદ્ધસ્વભાવદશાની રમણતાને પ્રાપ્ત કરે છે.
જેમ અગ્નિના તાપ દ્વારા જેમાંથી મેલ બળી ગયો છે એવું સુવર્ણ વિશિષ્ટ જાતવાનું બને છે. તેવી જ રીતે જ્ઞાનરૂપી અગ્નિ દ્વારા જે આત્મામાંથી પદ્રવ્યોમાં સુખબુદ્ધિવાળી વિષવેલડી બની ગઈ છે. તે આત્મા શુદ્ધ-બુદ્ધનિર્મળ એવો એક વિશિષ્ટ જાતવાન બને છે. / ૪-૮ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org