________________
૧૧૯
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ ચોથી રાગ દ્વેષ રહિત એક જે, દયા શુદ્ધ તે પાળે છે પ્રથમ અંગે એમ ભાખિયું, નિજ શક્તિ અજુઆળે છે ૪-૯ છે!
શુદ્ધ નય અર્થ મન ધારીએ છે ૪૫ / ગાથાર્થ= જે આત્મા રાગ અને દ્વેષ રહિત બને છે. તે જ એક આત્મા પોતાના આત્માની શુદ્ધ એવી ભાવદયા પાળે છે. આવી ભાવદયા દ્વારા પોતાના આત્માના ગુણોના વિકાસ સ્વરૂપ આત્મશક્તિને તે ઉજ્જવળ કરે છે. એમ પ્રથમ અંગ (આચારાંગમાં) કહ્યું છે. | ૪-૧૦ ||
વિવેચન= સંસારમાં પરિભ્રમણ કરતા એવા સર્વે જીવોને પૂર્વે બાંધેલા પુણ્ય-પાપ કર્મોના ઉદયથી સુખ-દુઃખ અને સુખ-દુઃખના સંયોગવિયોગો નિરંતર પ્રાપ્ત થતા જ હોય છે. એમાં આશ્ચર્ય પામવા જેવું કશું છે જ નહીં. સંસારી જીવોમાં પર પદાર્થજન્ય ચડતી અને પડતી આ સંસારમાં સદા આવે જ છે. પર પદાર્થને જે પોતાના માને છે તેને જ આ ચડતી અને પડતી, હર્ષ-શોક તથા રાગ-દ્વેષ કરાવનારી બને છે. પરંતુ જે આત્માઓ શાસ્ત્રોના જાણકાર બની યથાર્થ વૈરાગ્યવાસિત હૃદયવાળા બન્યા છે. અને તેના જ કારણે પુણ્યોદયજન્ય સાનુકૂળ સંજોગોમાં રાગ અને પાપોદાય જન્ય પ્રતિકૂળ સંજોગોમાં વૈષ કરતા નથી. પોતાના આત્મામાં રાગ-દ્વેષના પરિણામ લાવતા નથી (મલીન પરિણામોને આવવા દેતા નથી) તે જ આત્માઓ શુદ્ધ એવી ભાવદયાના યથાર્થ પ્રતિપાલક બને છે. એમ જાણવું.
પાંચ ઈન્દ્રિયો, ત્રણ બળ, આયુષ્ય અને શ્વાસ આ દશ દ્રવ્યપ્રાણો છે સાંસારિક જીવન જીવવાનાં સાધન હોવાથી તેને દ્રવ્યપ્રાણ કહેવાય છે. તેવા દ્રવ્યપ્રાણોનો સંયોગ તે જન્મ, અને દ્રવ્યપ્રાણોનો વિયોગ તે મરણ કહેવાય છે. તેવા પ્રકારના દ્રવ્યપ્રાણોના વિયોગાત્મક મરણમાંથી જીવને બચાવવો તેને દ્રવ્યદયા કહેવાય છે. અણુવ્રતધારી શ્રાવક-શ્રાવિકામાં અને મહાવ્રતધારી સાધુ-સાધ્વીજીમાં “પ્રાણાતિપાત વિરમણ વ્રત” મુખ્યત્વે આ દ્રવ્યદયા સ્વરૂપ હોય છે. કારણકે આ વ્રતથી અન્યજીવના દ્રવ્યપ્રાણોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org