________________
પૂજયપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત મુક્તિપદમાપક સર્વસામગ્રી સંસારી જીવોને અનંત અનંત પુણ્યાઈના ઉદય જ પ્રાપ્ત થાય છે. અતિશય વિશાળ એવા પૂર્વબદ્ધ પુણ્યોદયના પ્રતાપે આ આત્મા ઉપરોક્ત સર્વ સામગ્રી પ્રાપ્ત કરવા દ્વારા મુક્તિપદની પ્રાપ્તિનો નિકટવર્તી થાય છે. પરંતુ આ સામગ્રી મેળવ્યા બાદ સંસાર તરવા માટે દેવતત્ત્વ અને ધર્મતત્ત્વને ઓળખાવનારા એવા “નિર્યામક”ના સ્થાને વર્તનારા “ગુરુજીનો આશ્રય અવશ્ય કરવો જ પડે છે. ગુરુજી જ સાચા, યથાર્થ, વીતરાગ પરમાત્મા સ્વરૂપ, દેવતત્ત્વની અને સંસારથી તારનારા અહિંસા, સંયમ અને પરૂપ અથવા દાન, શીયલ, તપ અને ભાવરૂપ ધર્મતત્ત્વની ઓળખાણ કરાવે છે. અને આ આત્માને સન્માર્ગે ચઢાવે છે. તેથી ગુરુતત્ત્વનો અવશ્ય આશ્રય કરવો જ પડે છે. તેથી ગુરુની નિશ્રા અવશ્ય આદરણીય બને છે.
સામગ્રી પ્રાપ્ત કર્યા પછી ગુરુતત્ત્વની નિશ્રાના ઈચ્છુક આત્માઓ સાચા ગુરુની શોધમાં ફરે છે. પરંતુ તે પરમાત્મા ! બહારથી સદ્ગુરુ જેવા દેખાતા અને અભ્યત્તરપણે કુત્સિત ભાવોથી ભરેલા કુગુરુ હાથમાં આવી જાય છે. ગુરુ બે પ્રકારના હોય છે. (૧) સગુણ અને (૨) કુગુરુ. તે બન્નેનાં લક્ષણો આ પ્રમાણે છે. સદ્ગુરુનું લક્ષણ આ પ્રમાણે છે.
(૧) આત્મતત્ત્વના જ્ઞાનમાં જ સ્થિતિ, (૨) શત્રુ-મિત્ર, નમસ્કારતિરસ્કારાદિમાં સમભાવ, (૩) કર્મોદયની આધીનતામાત્રથી જ વિચરવાપણું, (૪) નિજ અનુભવ યુક્ત અપૂર્વવાણી, (૫) હેય-ઉપાદેય ભાવપૂર્વક ષદર્શન શાસ્ત્રોનું જ્ઞાતાપણું આ સદ્ગુરુનાં પાંચ લક્ષણો છે. તેનાથી વિપરીતભાવો વાળા જે ગુરુ હોય તે કુગુરુ કહેવાય છે.
ઉત્તમ ધર્મસામગ્રી, પ્રબળ વૈરાગ્ય, અને સંસારસાગર તરણની તીવ્ર મહેચ્છાવાળા આ મુમુક્ષુ આત્માઓ નિર્ધામક સમાન સદ્ગુરુની શોધમાં ફરે છે. પરંતુ ક્યારેક ક્યારેક બહારથી (વેષાદિથી) સદ્ગુરુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org