________________
ઢાળ પાંચમી
એમ નિશ્ચયનય સાંભળીજી, બોલે એક અજાણ ! આદરશું અમે જ્ઞાનનેજી, શું કીજે પચ્ચકખાણ / પ-૧ |
સોભાગી જિન સીમંધર સુણો વાત પર || ગાથાર્થ= આવા પ્રકારનો નિશ્ચયનય સાંભળીને અજ્ઞાની એવો એક પ્રશ્નકાર કહે છે કે અમે તો હવે જ્ઞાનને જ આદરીશું. પચ્ચકખાણો (વિષયભોગોનો ત્યાગ) કરવાની શું જરૂર છે ? હે સૌભાગ્યશાળી પરમાત્મા સીમંધરસ્વામી દેવ ! તમે અમારી વાતો સાંભળો. | પ-૧ ||
- વિવેચન= બીજી, ત્રીજી અને ચોથી ઢાળમાં નિશ્ચયનયની દૃષ્ટિએ પ્રાપ્ત કરવા યોગ્ય અર્થાત્ સાધ્ય સ્વરૂપ અને સત્તામાં રહેલું એવું પરમશુદ્ધ, અનંત, અક્ષય, અરૂપી, અવ્યાબાધ એવું આત્મસ્વરૂપ સમજાવ્યું. તે જ મેળવવા યોગ્ય છે. પરમ સાધ્ય છે.
આ સ્વરૂપ સાંભળીને પોતાને આ શુદ્ધ સ્વરૂપ સમજાઈ ગયું છે. એમ મનમાં માની લઈને, સમજાઈ ગયાનો ડોળ કરીને, તેને જ જે લોકો વાગોળ્યા કરે છે. પરંતુ તેની પ્રાપ્તિ અર્થે “સાધન રૂપે શાસ્ત્રોમાં કહેલા પંચાચારનું પાલન, ભોગોનો ત્યાગ, સત્સંગ, સ્વાધ્યાય, આદિ ઉપાયોને અપનાવતા નથી. તેવા ઉપાયો પ્રત્યે અનાદરભાવ રાખે છે. “આવી જડ ક્રિયા તો ઘણી કરી” એમ કહીને ક્રિયાને મનમાં ને મનમાં જડ માની લઈ તેનો જે ત્યાગ કરે છે, તે પોતાના આત્માને શુદ્ધ કરી શકતા નથી. આત્મશુદ્ધિના સાધ્યને પ્રાપ્ત કરી શકતા નથી. અર્થાત્ તેઓ નિશ્ચયના એકાન્ત વાદી છે. અને તેથી જ મિથ્યાદૃષ્ટિ છે.
કારણથી કાર્યની, ઉપાયોથી ઉપેયની, સાધનથી સાધ્યની પ્રાપ્તિસિદ્ધિ થાય આ સ્વભાવિક ન્યાય છે. જે જે સાધ્યનાં જે જે સાધનો હોય તે તે સાધનોને સાધક આત્મા જે રીતે સાધ્યની સિદ્ધિ થાય તે તે રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org