________________
૨૫૨
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત દ્વારા જાણીને) તે નિર્દોષ વચનો ઉપર મને જે રાગ પ્રગટ થયો છે. હૈયામાં અનહદ અહોભાવ (પૂજ્યભાવ) જે ઉદ્ભવ્યો છે. તેના આનંદના સુખની સામે દૈવિક સુખો કે માનવભવનાં સુખોની કોઈ ફુટી કોડી જેટલી પણ કિંમત નથી. ઐહિક કે પારભવિક સુખો કર્મોદય જન્ય છે આસક્તિ દ્વારા નવા કર્મો બંધાવનારાં છે. પરદ્રવ્યની આધીનતાવાળાં છે. આત્માની સ્વતંત્રતાને છેદનારાં છે. તે સુખોને પ્રાપ્ત કરવામાં, પ્રાપ્ત થયેલાના સંરક્ષણમાં, અને અંતે વિયોગમાં દારૂણ દુઃખ આપનારાં છે. અસ્થિર ચંચળ અને ક્ષણભંગુર છે. પત્તાનાં મહેલની જેમ, વિજળીના ચમકારાની જેમ અને મેઘઘટાની ગીચતાની જેમ વિખેરાઈ જવાવાળાં છે. જ્યારે આપશ્રીની વાણીના શ્રવણ મનન ચિંતન અને આચરણ દ્વારા જે અનુપમ આનંદ પ્રાપ્ત કરાય છે. તે કર્મોનો ક્ષય કરનારો છે. નવાં કર્મો નહીં બંધાવનારો છે. સ્વાધીન છે. આત્માની સ્વતંત્રતાને સમજાવનારો અને આપનારો છે. આવ્યા પછી કદાપિ નહીં જનારો છે. તથા વધારે ને વધારે હર્ષ ઉપજાવનારો છે.
મારા આત્મામાં આપની વાણી પ્રત્યેનો અહોભાવ (પૂજ્યભાવ)એવો તો સુદઢ થયો છે કે જો કોઈ દેવ અથવા માનવ મારા તે અહોભાવને ડગાવવા કરોડો કપટ કરે, અમાપ ઉપાયો આચરે, તો પણ હું તમારા ધર્મને અંશમાત્ર પણ તણું નહીં. એવો આ પૂજ્યભાવ માર આત્મામાં સુદઢ પણે મેં પ્રાપ્ત કર્યો છે. મેં ૧૧-૬ || તું મુજ હૃદય ગિરિમાં વસે, સિંહ જો પરમ નિરીહ રે ! કુમત માતંગના જુથથી, તો ન કશી પ્રભુ મુજ બીહ રે // ૧૧-૭
સ્વામી સીમંધર તું જયો / ૧૨૦ || નિરીહ= નિસ્પૃહ, વીતરાગ, કુમત= અન્યધરૂપી, માતંગહાથી જુથ સમુહ, કશી= કોઈ પણ પ્રકારની, બીહ= બીક, ભય.
ગાથાર્થ= મારા હૃદયગિરિમાં સિંહસમાન વીતરાગ પ્રભુ તમે જો વસો છો તો તેના કારણે અન્યમતો રૂપી હાથીઓના ટોળાથી મને કોઈ પ્રકારની બીક (ભીતિ) હવે રહી નથી. કોઈપણ તરફથી મને ભીતિ લાગતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org