________________
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત તૈયાર જ નથી. અતિશય હઠાગ્રહથી ભરેલા છે. જુઠાણાનો પહાડ એટલો બધો મોટો થઈ ગયો છે કે સત્ય સર્વથા દબાઈ જ ગયું છે. આવા આ ગુરુઓ પોતાની જાતને સર્વશ્રેષ્ઠ માનીને જગતને દબાવતા ચાલે છે.
આવા પ્રકારના કલહકારી (કજીયાખોર) અને કદાગ્રહી (ખોટા હઠાગ્રહવાળા) એવા આ ગુરુઓ પોતાના સ્વાર્થો સાધવા, યશ-કીર્તિપ્રશંસા મેળવવા, અને અર્થોપાર્જનની આસક્તિને પોષવા માટે શ્રી વીતરાગ પરમાત્માના સ્વાવાદયુક્ત વચનોને ઉલટાવીને (ઉસૂત્ર પ્રરૂપણા રૂપે કરીને) પોતાના મનમાન્યા અર્થને આગળ ધરીને કપોલકલ્પિત નવા નવા મતોને (પક્ષોને) રોપવા માટે (સ્થાપવા માટે) ઘણા ઘણા પ્રયત્નો કરે છે.
એકાન્તનિશ્ચયની દૃષ્ટિવાળા કોઈ કુગુરુઓ પ્રજાને આ પ્રમાણે સમજાવે છે કે “આત્મા તો શુદ્ધ-બુદ્ધ જ છે. કર્મ કરતો જ નથી, શરીર જ ભોગનાં કાર્યો કરે છે. જડ જડનું કામ કરે એમાં આત્માને શું લાભનુકશાન ? શરીર ભોગ ભોગવે એ શરીરનો ધર્મ છે તેમાં આત્માને કર્મો કેમ બંધાય ? આત્મા તો શરીરથી ભિન્ન જ છે. આત્મા ચેતન છે અને શરીર જડ છે. માટે જડ એવું શરીર ભોગ ભોગવે છે. આત્મા ભોગવતો નથી. આત્મા તો અકર્તા, અભોક્તા, શુદ્ધ, બુદ્ધ, નિરંજન અને નિરાકાર જ છે. આમ કહીને પરમાત્માની અનેકાન્તાત્મક વાણીને ઉથલાવે છે.”
હવે જો આ આત્મા શુદ્ધ બુદ્ધ જ હોય અને કર્મોનો અકર્તા અને અભોક્તા જ હોય તો તેને ધર્મ પણ કરવાનો ક્યાં રહ્યો ? કર્મો લાગ્યાં જ નથી તો તેને ખપાવવા શાનો પુરુષાર્થ કરવાનો ? શુદ્ધ, બુદ્ધ જ છે તો મુક્તિપદની પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરવાનો પણ ક્યાંથી હોય ? શરીરને પત્થર, લાકડી કે ચપ્પ મારે ત્યારે શરીર જ છેદાય છે. બચાવો બચાવોની બૂમો આત્માએ મારવાની શી જરૂર ? માટે આત્મા શરીરથી એકાન્ત ભિન્ન જ છે આ ઉત્સુત્ર પ્રરૂપણા છે. જ્યારે શરીરથી ભિન્નાભિન્ન છે એવું સ્યાદ્વાદવાળું વાક્ય જ યથાર્થ છે. સૂત્રાનુસારી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org