________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ બીજી
૫૭ અર્થ આત્મધર્મનું આ સ્વલક્ષણ સર્વ આગમોથી પવિત્ર, આદિમાં મધ્યમાં અને અંતે કલ્યાણ કરનારું એવું જ્ઞાની મહાત્માઓ વડે સદાને માટે (એક જ લક્ષણ) કહેવાયું છે. તે ૩-૧ /
ઉપાદેયમાં પ્રવૃત્તિ કરવા રૂપ અને હેયમાંથી નિવૃત્તિ કરવા રૂપ ચિત્તમાં થયેલો જે પરિણામ તે જ ધર્મ છે. જે ચિત્તપરિણામ રૂપ ધર્મ છે. તે ધર્મક્રિયાના આધારભૂત એવા શરીરને આશ્રયી કરી શકાય છે. અને રાગાદિ ભાવમલોનો નિગમ થવાથી આ ચિત્તપરિણામ પુષ્ટિશુદ્ધિવાળો બને છે. આ જ ધર્મતત્ત્વ જાણવું // ૩-||
રાગ અને દ્વેષના પરિણામો એ ભાવશત્રુ હોવાથી આત્માના મલ છે (મેલ છે = ભાવમલ છે) આગમશાસ્ત્રોના પરિપૂર્ણ અનુભવ પૂર્વકના પરિપક્વ બોધથી અને આવા પ્રકારના બોધપૂર્વકના ઉત્તમ એવી યોગદશાના સેવનથી આ રાગાદિમલોનો વિગમ (નાશ) થાય છે. તથા રાગાદિ મલોનો થયેલો આ વિગમ જ ધર્મક્રિયાઓ દ્વારા ચિત્તની પુષ્ટિ અને શુદ્ધિ રૂપ બને છે. તે ૩-૩
ચિત્તમાં ઉઠેલા રાગ અને દ્વેષના પરિણામો એ જ ભાવમલ છે અધર્મ છે અને ઉપાધિરૂપ છે. તેનાથી રહિતપણું એટલે કે નિરુપાયિક્તા એ જ સાચો આત્મધર્મ છે. આવા પ્રકારનો આ યથાર્થ આત્મધર્મ અવિરતસમ્યગૃષ્ટિ નામના ચોથા ગુણઠાણાથી અંશે અંશ શરૂ થાય છે. તે ઉત્તરોત્તર વૃદ્ધિ પામતાં ચૌદમે ગુણઠાણે પણ અઘાતી કર્મોનો ઉદય હોવાથી ઔદયિકભાવ રૂ૫ આંશિક ઉપાધિ ચાલુ છે. સર્વ કર્મોના ક્ષયજન્ય ક્ષાયિકભાવવાળી નિરુપાધિકતા અને માત્ર પોતાના જ ગુણોમાં પરિણામ પામવા સ્વરૂપ પારિણામિકભાવમય નિરુપાધિકતા મુક્તિમાં જ છે અને તે જ સાચું સુખ છે. સાચો ધર્મ છે. ઔપશમિક ભાવ, ઔદયિકભાવ અને ક્ષાયોપથમિકભાવ કર્મસાપેક્ષ હોવાથી એ પણ નિશ્ચયથી ઉપાધિયુક્ત છે. સર્વથા નિરુપાધિકતા તો ક્ષાયિક અને પરિણામિક ભાવમાં જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org