________________
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત
જે વસ્તુઓ આપણી પોતાની હોય, આપણી પોતાની માલિકી હક્કવાળી હોય, તેનું જ દાનાદિ થઈ શકે. પરંતુ જે વસ્તુઓ આપણી પોતાની ન હોય, આપણા પોતાના માલીકી હક્કવાળી ન હોય, જે પરાયી વસ્તુ હોય તેનું દાન આ જીવ કરી શકતો નથી. લગ્ન પ્રસંગે પહેરવા માટે લાવેલા સ્નેહીઓના અલંકારો વર-વધૂ પહેરે છે. પરંતુ તેમના પોતાના માલીકીના નથી. તેથી તેવા અલંકારોનું તે વર-વધૂ દાન કરી શકતાં નથી. પ્રસંગ સમાપ્ત થયે છતે જેના હોય તેને પાછા આપે છે. તેવી જ રીતે કે આત્મન્ ! પરાયી વ્યક્તિનાં ઘર, ધન-અને વસ્ત્રાદિ તો તારાં નથી, પરંતુ પુણ્યોદયથી પ્રાપ્ત કરેલાં અને વ્યવહારથી તારાં પોતાનાં ગણાતાં ધર-ધન અને વસ્ત્રાદિ પણ તારાં નથી. કારણકે તે સર્વે પૌદ્ગલિક પદાર્થો તારા આત્મા સાથે અન્વય-વ્યતિરેક સંબંધ ધરાવતા નથી. પરંતુ તે ઈષ્ટાનિષ્ટ પૌદ્ગલિક પદાર્થો પુણ્યોદય અને પાપોદયની સાથે અન્વય-વ્યતિરેક સંબંધ ધરાવે છે. તેથી તેની માલીકીનાં છે. પરંતુ તારાં નથી. કારણ કે તે કર્મરાજાએ પોતાનો માલીકીહક્ક રાખીને તને (વાપરવા પૂરતાં જ) આપ્યાં છે. તેની જ્યારે લઈ લેવાની ઈચ્છા થાય ત્યારે (એટલે કે પુણ્ય-પાપનો ઉદય પૂર્ણ થાય ત્યારે) તે ચાલ્યાં જ જાય છે. તું તે પદાર્થોને પકડી રાખી શકતો નથી. આવા પ્રકારની પરની સત્તાવાળા પુદ્ગલદ્રવ્યોને પોતાનાં માનવાં એ જ મિથ્યાત્વ છે. મિથ્યાબુદ્ધિ છે. અજ્ઞાનદશા છે. અને તેનું કર્તૃત્વ (એટલે કે દાતૃત્વ વિગેરે) માનવું તે પણ મિથ્યા બુદ્ધિ જ છે.
૧૦૮
આ જ વાત જ્ઞાનસાર અષ્ટકમાં પણ પૂજ્ય ગ્રંથકારશ્રી જણાવે છે કેशुद्धद्रव्यमेवाहं, शुद्धज्ञानं गुणो मम 1 નાયોડદું, ન મમાન્ય, ચેત્યો મોદામુલ્લળમ્ ॥ ૪-૨ ॥ नाहं पुद्गलभावानां कर्ता कारयितापि च
થમ્ || ૧૧-૨ ||
નાનુમન્તાપિ ચેત્યાત્મજ્ઞાનવાન્ તિખતે स्वभावलाभात्किमपि प्राप्तव्यं नावशिष्यते । નૃત્યાત્મશ્ચર્યસંપનો, નિ:સ્જીદો નાયતે મુનિ:।। ૧૨-૧ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org