________________
૧૬૨
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત જેઓને વર્તે છે. તે આત્માઓ પોતાના જાણપણામાત્રથી (એટલે કે ગુરુઓ પાસેથી પ્રાપ્ત થયેલી યથાર્થ જ્ઞાનદશાની ધારણા શક્તિના આધારે) સ્વ-પરના કલ્યાણ અર્થે જે પ્રયત્નો આદરે છે તે ધારણા વ્યવહાર જાણવો.
(૫) જિતવ્યવહાર= જેનાથી રાગ-દ્વેષ-કષાય અને સંલેશાદિક ભાવો જિતાય એવો દ્રવ્ય-ક્ષેત્ર કાળ અને ભાવને આશ્રયી ભલે ભિન્ન ભિન્ન વ્યવહાર હોય. પણ સ્વ-પરનો ઉપકાર કરનારો જે કોઈ વ્યવહાર તે જિતવ્યવહાર કહેવાય છે.
ઉપરોક્ત પાંચ પ્રકારના વ્યવહારો પરસ્પર સાપેક્ષભાવે ભિન્નભિન્ન છે. તેથી જ આ પાંચ પ્રકારના વ્યવહારો શુદ્ધ આત્મતત્ત્વની પ્રાપ્તિના અસાધારણ કારણ હોવાથી શુદ્ધ વ્યવહારો છે. આનાથી અન્યથા એટલે કે જિનાજ્ઞા નિરપેક્ષ અને પરસ્પરના સંબંધ વિનાના કેવળ એકાન્તપણે ગ્રહણ કરાયેલા જે વ્યવહારો તે અશુદ્ધ વ્યવહારો જાણવા. / ૬-૩ /
અશુદ્ધ વ્યવહાર હવે સમજાવે છેજેહમાં નિજ મતિ કલ્પના, જેહથી નવિ ભવ પારો રે ! અંધ પરંપરા બાંધીઓ, તેહ અશુદ્ધ આચારો રે / ૬-૪ |
તુજ વિણ ગતિ નહીં જંતુને / ૬૭ || નિજ= પોતાની, મતિ કલ્પના= બુદ્ધિ અનુસારે કલ્પના, અંધ= અજ્ઞાની આત્માઓએ, પરંપરા બાંધીઓ= પરંપરાએ ચલાવેલો.
ગાથાર્થ= જે વ્યવહારોમાં પોતાની બુદ્ધિ પ્રમાણેની કલ્પના છે. જેનાથી ભવનો પાર પામી શકાતો નથી. અને અજ્ઞાની આત્માઓએ પરંપરાથી ચલાવેલો છે. તે સર્વે અશુદ્ધ આચાર (અશુદ્ધ વ્યવહાર) છે. ૬-૪ ||
વિવેચન= છાસઠમી ગાથામાં શુદ્ધ વ્યવહારનું લક્ષણ બાંધીને આ સડસઠમી ગાથામાં અશુદ્ધ વ્યવહારનું લક્ષણ બાંધે છે. જે વ્યવહારો પ્રવર્તાવવામાં ગણધર ભગવંતોએ બનાવેલા આગમગ્રંથો અને ભદ્રબાહુસ્વામી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org