________________
--
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ અગ્યારમી
૨૪૭ અભાવે” બીચારા ભદ્રિક જીવો કુગુરુઓની માયાજાળમાં ઘણા ફસાઈ જાય છે. તે જીવોના અને મારા પોતાના કલ્યાણ અર્થે ધર્મતત્ત્વનું સાચું સ્વરૂપ સમજાવવા માટે મેં આ સ્તવન બનાવીને હૈયાના દુ:ખદર્દ ભર્યા ભાવો આપશ્રીની સામે પ્રગટ કર્યા છે. હવે તો તમે જ અમારા તારણહાર છો. તેથી તમારા અત્યન્ત ભાવવાહી સેવક (દાસ) એવા મને આ સંસારના ચક્રમાંથી (ભવથકી) બચાવી લો. ઉગારી લો.
મેં મારા ક્ષયોપશમ અનુસાર આ સ્તવનમાં નિશ્ચયધર્મ અને વ્યવહારધર્મનું સ્વરૂપ સમજાવ્યું છે. તથા ગુરુગમથી અને આગમશાસ્ત્રોના . આધારથી મને જે પ્રમાણે સમજાયું છે. તે પ્રમાણે આ સ્વરૂપ મેં સમજાવ્યું છે. એટલે સાચું જ હશે, યથાર્થ જ હશે એવો મને પાકો ભરોંસો છે. છતાં હું છદ્મસ્થ હોવાથી કદાચ ક્યાંય ક્ષતિ થઈ ગઈ હોય એવું પણ કદાચ બને. તેથી લખેલી આ તમામ હકીકત (મારા વડે બોલાયેલા આ સઘળા બોલોની વાત) તો હું સાચી માનું કે જો સર્વજ્ઞસર્વદર્શી એવા આપ આ હકિકતમાં સમ્મત થાઓ. સાક્ષી પૂરો, સમ્મતિ આપો, અર્થાત્ કાગળ ભલે મેં લખ્યો છે. પરંતુ તેમાં આપ સાક્ષીભૂત થાઓ. એટલે હું મારી તમામ મહેનત સફળ માનું.
ભાવાર્થ એવો છે કે ભરતક્ષેત્રની વર્તમાન પરિસ્થિતિ અતિશય વિકટ જોઈને ઘરના કજીયાની વાત જેમ બીજા કોઈની પાસે ન કહેવાય તેમ જૈનશાસનને મારું પોતાનું ઘર માનીને ગુપ્તપણે મેં આપને હુંડીના સ્તવન સ્વરૂપે આ કાગળ લખ્યો છે. તે વાંચીને યથાર્થપણાની છાપરૂપે આપ સમ્મતિ કરજો. જેથી હું મારી બધી વાત એમ માનીશ આપશ્રીને પહોંચી છે. આપશ્રી જરૂર મને ભવચક્રમાંથી બચાવવાનો ઉપાય કરશો જ. એમ માનીને હું સંતોષ અનુભવું છું. તે ૧૧-૨ . એક છે રાગ તુજ ઉપરે, તેહ મુજ શિવતરૂ કંદ રે ! નવિ ગણું તુજ પરે અવરને, જો મીલે સુર નર વૃંદ રે ૧૧-૩ /
સ્વામી સીમંધર તું જયો. ૫ ૧૧૬ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org