________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ દસમી
૨૨૯ છે. મોહને, રાગાદિ કષાયોને, અને પરપરિણતિને વિનષ્ટ કરવાની બુદ્ધિએ જે ધર્માનુષ્ઠાન કરાય છે. ત્યાં યૌગિક ક્રિયા માત્ર વડે પુણ્યબંધ જરૂર થાય છે પરંતુ ઉપયોગશુદ્ધિ સવિશેષ થતી જતી હોવાથી વિપુલનિર્જરા પણ થાય જ છે. તથા આવો પુણ્યબંધ પણ જીવને સંસારમાં રખડાવનાર ન બનતાં (સાંસારિક સુખમાં આસક્ત ન બનાવતાં) મોક્ષને અનુકુળ મનુષ્ય ભવ, આર્યકુલ, નિરોગી દેહ, પાંચે ઈન્દ્રિયોની પરિપૂર્ણતા, વિગેરે આપવા દ્વારા મોક્ષ આપવામાં નિમિત્ત રૂપ બને છે. માટે પુણ્ય બંધ થાય છે. એટલા માત્રથી ધર્મનો નિષેધ કરવો જોઈએ નહીં. આ વાત શાન્તચિત્તે ગાંભીર્યતા પૂર્વક સમજવા જેવી છે. તે ૧૦-૩ // એવંભૂત તણો મત ભાગો, શુદ્ધ દ્રવ્યનય એમ વલી દાખ્યો.. નિજ સ્વભાવ પરિણતિ તે ધર્મ, જે વિભાવ તે ભાવ જ કર્મ / ૧૦-૪ |
| ૧૦૮ | ગાથાર્થ= “સર્વકર્મોનો ક્ષયમાત્ર એ જ ધર્મ છે. આ વાત એવંભૂતનયથી જાણવી. વળી પોતાના આત્મતત્ત્વરૂપ સ્વભાવદશાની પરિણતિ તે ધર્મ કહેવાય છે એમ શુદ્ધ દ્રવ્યાર્થિક નયનો મત દાખ્યો છે અને જે વિભાવદશા છે. તે ભાવકર્મરૂપ (અધર્મરૂપ) છે. / ૧૦-૪ |
વિવેચન= નયો બે પ્રકારના છે. એક દ્રવ્યાર્થિક નય અને બીજો પર્યાયાર્થિક નય, તેના ઉત્તરભેદોમાં દ્રવ્યાર્થિકના ૩/૪ ભેદ છે અને પર્યાર્થિકના ૪૩ ભેદ છે. જેથી કુલ સાત નો થાય છે. તથા દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિક નયના શુદ્ધ અને અશુદ્ધ એમ બે બે ભેદો પણ છે. સાત નયોથી ધર્મતત્ત્વ પૂર્વે આજ ઢાળની બીજી ગાથામાં સમજાવ્યું છે.
જ્યાં સર્વથા બંધ ન જ હોય અને કેવળ એકલો સર્વકર્મોનો ક્ષય જ થતો હોય તેવો ધર્મ તો એવંભૂતનયનો મત છે અને તે ચૌદમા ગુણઠાણે જ માત્ર સંભવે છે. બાકીના સર્વે પણ ગુણસ્થાનકોમાં તરતમતાએ કર્મબંધ હોવા છતાં પણ તેની સાથે જ પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા વિશેષ પણ હોવાથી અવશ્ય ધર્મતત્ત્વ પણ છે જ. આમ સમજવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org