________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ નવમી
ર૧૩ પમાડ્યો હતો, તે રાજા મરીને દેવલોકમાં સુર્યાભ નામના દેવ તરીકે ઈન્દ્રની સમાન ઋદ્ધિવાળો સામાનિક દેવ થયેલ છે. તેણે દેવલોકમાં ઉત્પન્ન થતાંની સાથે જ ત્યાં પોતાના હાથ નીચેના અને સેવા માટે તત્પર એવો દેવોને પૂછયું છે કે મારે અહીં પ્રથમ કર્તવ્ય શું? અને તે સેવકદેવોએ પરમાત્માનાં ત્યાં રાખેલાં અસ્થિ આદિની પૂજા કરવાનું પ્રથમ કર્તવ્ય જણાવ્યું છે.
પ્રતિમાની પૂજા કરવી તે સ્થાપના નિક્ષેપો જાણવો. અને અસ્થિની પૂજા કરવી તે દ્રવ્યનિક્ષેપો જાણવો. કારણ કે “અસ્થિ” એ પ્રભુના શરીરનું અંગ છે જે તીર્થંકર પરમાત્માની પાછળની અવસ્થા હોવાથી દ્રવ્યનિક્ષેપ કહેવાય છે. અસ્થિની પૂજા કરીને ધર્મસભામાં જાય છે ત્યાં રત્નોનાં બનેલાં શાશ્વત પુસ્તકો છે. કે જે પુસ્તકો તે તે દેવોના કર્તવ્યનો અધિકાર જણાવે છે. આ ઉત્તમ રત્નનાં પુસ્તકો વાંચીને આ સામાનિકદેવ પરમાત્માની પ્રતિમાની પૂજા કરવાનું પોતાનું આવશ્યક ધર્મકાર્ય છે. એમ જાણે છે અને આચરે છે.
આ પ્રમાણે ઉદાહરણો અને આગમપાઠો હોવા છતાં પણ જે પૂજાવિધિ કર્તવ્ય જ છે એમ માનશે નહીં, તેઓ સ્થાપનાનિપાના ઉચ્છેદક થવાથી, પરમાત્માની આજ્ઞાની આશાતના કરવા દ્વારા તીવ્ર ચીકણાં કર્મ બાંધનારા અને ભવોભવ રખડનારા થશે. સાક્ષાત્ આગમપાઠો હોય, ભૂતકાળનાં અનેક ઉદાહરણો હોય છતાં પોતાના માનેલા કદાગ્રહના કારણે ન માનવું આ વાત આત્માર્થી જીવો માટે ઉપકારક નથી પરંતુ અપકારક છે.
તથા આગમોમાં નહીં લખાયેલાં અને પાછળથી હજાર-પંદરસો વર્ષોના ઈતિહાસમાં થયેલાં શ્રાવક-શ્રાવિકાએ પણ જિનપૂજા કરી કરાવી હોય એવાં અનેક ઉદાહરણો છે. જેમ કે (૧) સંપ્રતિ મહારાજાએ પૂ. મુનિચંદ્રસૂરિજી મ.ના. ઉપદેશથી અનેક
જિન પ્રતિમાઓ બનાવરાવી અને પ્રસ્થાપિત કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org