________________
૫૩
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ બીજી વ્યક્તિ ઉપર જે ઠેષ થાય છે તે પ્રશસ્ત દ્વષ કહેવાય છે. આ પ્રશસ્ત રાગ અને પ્રશસ્ત દ્રષ, સામાન્યથી જે કરવા જેવો છે. તેને ધર્મ કહેવાય કે નહીં ? તેને વડવ્યાધિ મનાય કે નહી ? જ્ઞાનનાં સાધનો પુસ્તકાદિ, દર્શનનાં સાધનો મૂર્તિમંદિરાદિ, અને ચારિત્રનાં સાધનો રજોહરણ આદિ, તથા ઉત્તમ જ્ઞાની પરમાત્મા-સાધુ-સાધ્વી-સંત. આ બધા ઉપકારી પદાર્થો ઉપર રાગ, અને તેમના વિધ્વંસક ઉપર કરાતો દ્વેષ એ શું ધર્મ કહેવાય કે નહીં ? તેને શું વડવ્યાધિ મનાય? કે ન મનાય?
ઉત્તર- સાંસારિક સુખ-દુ:ખની સામગ્રી ઉપર રાગ-દ્વેષનો પરિણામ અનાદિનો છે. એટલે ગાઢ છે. તીવ્ર છે. મજબૂત છે. તેથી તેને ખસેડવા માટે અર્થાત્ દૂર કરવા માટે પ્રારંભમાં દેવ-ગુરુ-ધર્મનો અને તે સંબંધી સામગ્રીનો રાગ અને વિનાશક ઉપર દ્વેષ કર્તવ્ય બને છે. માટે વ્યવહારથી (ઉપચારથી) ધર્મ કહેવાય છે પરંતુ નિશ્ચયથી તો તે પણ ધર્મ કહેવાતો નથી. અંતે તેને પણ છોડવાનો જ છે. પગમાં લાગેલા કાંટાને કાઢવા પ્રારંભમાં સોય પગમાં નાખવી પડે છે. તેનો આશ્રય કરવો પડે છે પરંતુ કાંટો નીકળી જતાં જ સોય કાઢી લેવાની જ હોય છે. કારણકે કાંટો એ જેમ પીડાકારી હોવાથી કાંટો છે. તેમ સોય પણ પીડાકારી હોવાથી એક જાતનો કાંટો જ છે. તેવી રીતે ભૌતિક રાગ-દ્વેષના પરિણામને દૂર કરવા માટે પ્રારંભમાં આધ્યાત્મિક સામગ્રી ઉપર રાગ-દ્વેષ કરવા પડે છે. ભૌતિક રાગ-દ્વેષ દૂર થતાંની સાથે જ આધ્યાત્મિક સામગ્રી ઉપરને રાગ-દ્વેષ આદિના પરિણામ પણ ત્યજી દેવાના જ હોય છે. વીતરાગાવસ્થા પ્રાપ્ત કરવાના લક્ષ્યવાળા આ જીવને જેમ ભૌતિક રાગાદિ હેય છે. તેમ આધ્યાત્મિક સામગ્રીના રાગાદિ પણ અંતે હેય જ છે. મુક્તિ પ્રત્યેનો રાગ પણ આઠમા ગુણઠાણાથી છુટી જાય છે. ગૌતમસ્વામીજીએ પરમાત્મા મહાવીર પ્રભુ પ્રત્યેનો પણ રાગ ત્યજ્યો ત્યારે જ કેવલજ્ઞાનવાળું શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટ થયું.
આ કારણથી પગ સાજા ન હોય ત્યાં સુધી જ લાકડીનો ટેકો લેવાય, પગ સાજો થયે છતે તે લાકડીને પણ ત્યજી દેવાની જ હોય છે. આંખ સારી ન હોય ત્યાં સુધી જ ચશ્માં પહેરવાનાં હોય છે. ઔષધોથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org