SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત ખરેખર તો અનેક પ્રકારનાં લીસોટા અને અનેક મીંડા કરતાં કરતાં એકડાના લક્ષ્યવાળાને કાળાન્તરે એકડો આવડે છે. તેવી જ રીતે નિશ્ચયની દૃષ્ટિ હૃદયમાં રાખીને વ્યવહારને પાળતાં પાળતાં નિશ્ચયની સિદ્ધિ-પ્રાપ્તિ થાય છે. આવા જ પુણ્યશાળી મહાત્માઓ નિશ્ચય શુદ્ધ સ્વરૂપ પામ્યા છે. પામે છે અને પામશે, બાકી કેવળ એકલા નિશ્ચયનયની વાતો જ કરનારા અને તેના ઉપાય ભૂત વ્યવહારનો અપલાપ કરનારા કદાપિ ભવસમુદ્રનો પાર પામવાના નથી. આ રીતે જે જીવો ઉભયનયની સાપેક્ષ દૃષ્ટિવાળા છે. તે જીવો જ ભવસમુદ્રનો પાર પામી શકે છે. પ-૪ || આ જ વાત ગુરુજી એક ઉદાહરણ આપીને સમજાવે છે. તુરંગ ચઢી જેમ પામીએજી, વેગે પુરનો પંથ ! મારગ તિમ શિવનો લહેજી, વ્યવહાર નિર્ચન્થ / ૫-૫ // સોભાગી જિન, સીમંધર સુણો વાત. તે પ૬ | મહેલ ચઢતાં જિમ નહીજી, તેહ તુરંગનું કાજ | સફળ નહી નિશ્ચય લહેજી, તેમ તનુ કિરિયા સાજ / પ-૬ || સોભાગી જિન, સીમંધર સુણો વાત. || પ૭ || તુરંગ= ઘોડો, વેગે= જલ્દી જલ્દી, નિર્ગસ્થ મુનિપુરુષ, મહેલ હવેલી ઉપર, કાજ= પ્રયોજન, તનુકિરિયા= કાયિકક્રિયાઓ, સાજ= સમૂહ. ગાથાર્થ= જેમ ઘોડા ઉપર ચઢીને ગ્રામાન્તર જઈએ તો જલ્દી જલ્દી નગરનો માર્ગ આવે છે. તેવી જ રીતે મુનિ પુરુષો વ્યવહાર (ધર્મક્રિયાઓ) કરતાં કરતાં મુક્તિનો માર્ગ જલ્દી જલ્દી પ્રાપ્ત કરે છે. જે પ-પ છે. વિવક્ષિત નગર અને ઘર આવી ગયા પછી તે ઘરમાં ઉપર ચઢતાં જેમ ઘોડાનું કંઈ પણ પ્રયોજન નથી તેથી ઘોડો છોડી દેવાય છે. તેવી જ રીતે નિશ્ચય પ્રાપ્ત થયે છતે કાયિક ક્રિયાઓનો સમૂહ હવે ફળ આપનાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001100
Book TitleSavaso Gatha nu Hundi nu Stavan
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2003
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Spiritual
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy