Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ અગ્યારમી
૨૫૭ બાલભાષામાં પોતાના પિતાને કહે છે. તેવી જ રીતે આપશ્રી જાણતા હોવા છતાં પણ હું આપશ્રીને મારા હાર્દિક દુઃખદર્દને) જણાવું છું. હૈયામાં જેવું આવ્યું તેવું હોઠ દ્વારા પ્રકાશિત કરી નાખ્યું છે. બોલાય કે ન બોલાય તેનો વિવેક કંઈ રાખ્યો જ નથી. ઉપકારી પણાના આપશ્રી પ્રત્યેના રાગે વિવેક રહ્યો પણ નથી તેથી મારી બાહ્યચેષ્ટાને ન જોતાં મારા કહેવાના ભાવને જોજો:
મેં મારા હૈયાના ભાવો કહેવામાં તમારી પાસે કંઈ પણ ગુપ્ત રાખ્યું નથી. જે વસ્તુ જેમ હતી તે વસ્તુ તેમ ભદ્રિકભાવે કહી જ દીધી છે. તેથી આપશ્રી મારુ કલ્યાણ કરવાનું, દુઃખ દૂર કરવાનું, ભવભ્રમણા મટાડવાનું, કાર્ય જે રીતે ઉચિત લાગે તે રીતે આચરો ( તે રીતે કરો) પણ મારું કાર્ય ચોક્કસ કરો જ. હવે રાહ ન જોવરાવો. કાલવિલંબ ન કરો. હવે ધીરજ રહેતી નથી. | ૧૧-૧૦ / મુજ હોજો ચિત્ત શુભ ભાવથી, ભવો ભવ તાહરી સેવ રે ! યાચિએ કોડી યતને કરી, એહ તુજ આગળ દેવ રે ૧૧-૧૧ |
સ્વામી સીમંધર તું જયો | ૧૨૪ / ગાથાર્થ= હે પરમાત્મા ! તમારી આગળ મનના ઉત્તમ ભાવથી કરોડો પ્રયત્નો કરીને આ એક જ યાચના કરીએ છીએ કે ભવોભવમાં તમારી સેવા મને મળજો. ૧૧-૧૧ /
વિવેચન- હે સીમંધરસ્વામી પરમાત્મા ! તમારી સમક્ષ આ સ્તવન દ્વારા મેં ઘણું ઘણું કહી દીધું છે. હૈયામાં આપના પ્રત્યે શુભભાવ હોવાથી (અંતરમાં સત્વ નામનો ગુણ હોવાથી આપનું શાસન અતિશય રૂચિ ગયુંeગમી ગયું) હોવાથી ઉપરોક્ત કાલીઘેલી મારી બાલભાષામાં મેં મારી સર્વ હકિકત અતિશય શ્રદ્ધા પૂર્વક આપશ્રીને કહી દીધી છે. હવે કહેવાનું કંઈ જ બાકી નથી. હૈયાના ભક્તિભાવ પૂર્વક આપને અમારી એક જ અન્તિમ વિનંતિ છે કે વિવિધ પ્રકારના અનેક પ્રયત્નો કરીને જણાવીએ છીએ કે મને ભવોભવ તમારા ચરણોની સેવા એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org