Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

Previous | Next

Page 272
________________ ૨પપ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ અગ્યારમી ભૂલી જાઓ તો શું ઠપકાપાત્ર ન ગણાઓ ? તેથી મને ન ભૂલી જાશો, હે સ્વામી ! ન ભૂલી જાશો. તેમાં તમારી વિવેકશૂન્યતા ગણાશે. (આ બધા વચનો ભક્તિભાવથી બોલાયેલાં જાણવા) | ૧૧-૮ || ભક્તિ ભાવે ઈસ્યું ભાખીએ, રાખીએ એહ મનમાંહી રે ! દાસના ભવદુઃખ વારીએ, તારીએ સો ગ્રહી બાંહી રે / ૧૧-૯ છે સ્વામી સીમંધર તું જયો | ૧૨૨ | ગાથાર્થ ભક્તિભાવથી મેં આવું કહ્યું છે. તે સઘળી વાત આપ આપના મનમાં જ રાખજો. સેવક એવા મારાં ભવદુઃખ, હે પ્રભુ કાપો, અને હાથ પકડીને તારો. # ૧૧-૯ , વિવેચન= હૈયામાં જયારે જુદી જુદી જાતનો પ્રેમ ઉભરાય છે. ત્યારે ઉપર ઉપરથી અનુચિત લાગતાં પણ પરમાર્થથી ઉચિત જ વચનો નીકળી જાય છે. જેમ બાળકને માત-પિતા પ્રત્યે ઉપકારીપણાનો ભાવ (પ્રેમ) છે. તેથી કાલુંઘેલું બોલી જાય છે. જે ઉપર ઉપરથી અનુચિત પણ લાગે. પરંતુ તેવું વચન અંદરનો પ્રેમ જ સૂચવે છે. તેવી જ રીતે હે પરમાત્મા ! અમે તમને એકને જ સ્વામી માન્યા છે. માતપિતાતુલ્ય માન્યા છે. ઉપકારી માન્યા છે. તરણતારણહાર માન્યા છે. તમારા પ્રત્યે અમાપ પ્રેમ છે. અમાપ વિશ્વાસ છે. તમે અમારું કામ કરશો જ એવી સો ટચના સોના જેવી પાકી શ્રદ્ધા છે. એટલે જ્યારે (અમારો ભવસ્થિતિ પરિપાક હજુ બરાબર ન થયો હોવાથી ) અમારું કામ ન થાય, અથવા કામકાજ થવામાં કાળવિલંબ થાય ત્યારે તે કાર્ય કરાવવાની અધીરાઈના કારણે , અને પાકો વિશ્વાસ હોવાથી સ્વામી કંઈ ભૂલી તો નથી ગયાને ? ઇત્યાદિ મનની કાલીઘેલી કલ્પનાઓથી બોલાયેલાં અમારાં આ સઘળાં વચનો છે. આવાં કાલાઘેલાં (ગાંડપણ જેવા લાગતાં) અમારાં વચનોને સાંભળીને હે પરમાત્મા ! ખોટું ન લગાડશો, મનમાં દુઃખ ન ધરશો. અમારું આ બધું બોલવું શ્રદ્ધાના અતિશયથી અને કાર્યની ઘેલછાથી થયું છે તેથી અમારાં આ વચનો બાળકની જેમ વિવેકશૂન્ય પણ કદાચ હશે. તો પણ આપશ્રી અમારાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292