Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text ________________
( ૧૨૫ ગાથાનું સ્તવન-મૂળ
સ્વામી સીમંધરા વિનતિ, સાંભળો માહરી દેવ રે | તાહરી આણ હું શિર ધરું, આદરું તાહરી સેવ રે !
સ્વામી ! સીમંધરા વિનતિ. ૧-૧ | કુગુરુની વાસના પાસમાં, હરિણ પરે જે પડ્યા લોક રે | તેહને શરણ તુજ વિણ નહીં, ટળવળે બાપડા ફોક રે સ્વામી // ૧-૨ / જ્ઞાન દર્શન ચરણ ગુણ વિના, જે કરાવે કુલાચાર રે | લુંટીઆ તેણે જન દેખતાં, કીધાં કરે લોક પોકાર રે / સ્વામી ! ૧-૩ . જેહ નવિ ભવ તર્યા નિર્ગુણી, તારશે કેણી પેરે તેહ રે ! એમ અજાણ્યા પડે ફંદમાં, પાપબંધ રહ્યા જેહ રે સ્વામી | ૧-૪ || કામકું ભાદિક અધિકનું, ધર્મનું કો નવિ મૂલ રે | દોકડે કુગુરુ તે દાખવે, શું થયું એ જગ શૂલ રે / સ્વામી | ૧-પી . અર્થની દેશના જે દીએ, ઓળવે ધર્મના ગ્રંથ રે ! પરમ પદનો પ્રગટ ચોર તે, તેહથી કિમ વહે પંથ રે // સ્વામી | ૧-૬ / વિષયરસમાં ગૃહી માચીયા, નાચિયા કુગુરુ મદ પૂર રે ! ધૂમધામે ધમાધમ ચલી, જ્ઞાનમારગ રહ્યો દૂર રે . સ્વામી | ૧-૭ // કલહકારી કદાગ્રહ ભર્યા, થાપતા આપણા બોલ રે ! જિન વચન અન્યથા દાખવે, આજ તો વાજતે ઢોલ રે I સ્વામીII ૧-૮ | કેઈ નિજ દોષને ગોપવા, રોપવા કે ઈ મત કંદ રે ! ધર્મની દેશના પાલટે, સત્ય ભાખે નહી મંદ રે I સ્વામી) | ૧-૯ I બહુમુખે બોલ એમ સાંભળી, નવિ ધરે લોક વિશ્વાસ રે ! ઢંઢતાં ધર્મને તે થયા, ભ્રમર જિમ કમળની વાસ રે // સ્વામી ! ૧૧૦ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292