Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text ________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન
જેહ ન આગમ વારીઓ, દીસે અશઠ આચારો રે ।
તેહ જ બુધ બહુ માનીઓ, શુદ્ધ કહ્યો વ્યવહારો રે || તુજ૦ ૬-૩ || જેહમાં નિજ મતિ કલ્પના, જેહથી નવિ ભવ પારો રે ।
અંધ પરંપરા બાંધીઓ, તેહ અશુદ્ધ આચારો રે || તુજ૦ ૬-૪ | શિથિલ વિહારીએ આચર્યાં, આલંબન જે કુડાં રે ।
।
નિયત વાસાદિક સાધુને, તે નવિ જાણીએ રૂડાં રે || તુજ૦ ૬-૫*|| આજ નિવ ચરણ છે આકરૂં, સંહનનાદિક દોષે રે એમ નિજ અવગુણ ઓળવી, કુમતિ કદાગ્રહ પોષે રે II તુજ૦ ૬-૬ ઉત્તર ગુણમાં હીણડા, ગુરુ કાલાદિક પાખે રે ।
મૂળગુણે નહીં હીણડા, એમ પંચાશક ભાખે રે | તુજ૦ ૬-૭ ॥ પરિગ્રહ ગ્રહવશ લિંગીયા, લેઈ કુમતિ રજ માથે રે ।
૨૬૭
નિજ ગુણ પર અવગુણ લવે, ઈન્દ્રિય વૃષભ નવિ નાથે રે । તુજ૦ ૬-૮ ॥ નાણ રહિત હિત પરિહરી, નિજ દંસણ ગુણ લૂંસે રે ।
મુનિ જનના ગુણ સાંભળી, તેહ અનારજ રૂસે રે | તુજ૦ ૬-૯ ॥ અણુસમ દોષ જે પરતણો, મેરૂ સમાન તે બોલે રે ।
જેહ શું પાપની ગોઠડી, તેહ શું હિયડલું ખોલે રે || તુજ૦ ૬-૧૦ || સૂત્ર વિરુદ્ધ જે આચરે, થાપે અવિધિના ચાળા રે । તે અતિ નિબિડ મિથ્યામતિ, બોલે ઉપદેશ માલા રે ।। તુજ૦ ૬-૧૧ || પામર જન પણ વિ કહે, સહસા જૂઠ સણૂકો રે ।
જૂઠ કહે મુનિ વેશે જે, તે પરમારથ ચૂકો રે | તુજ૦૬-૧૨॥ નિર્દય હૃદય છ કાયમાં, જે મુનિ વેશે પ્રવર્તે રે । ગૃહી-યતિ ધર્મથી બાહિરા, તે નિર્ધન ગતિ વર્ષે રે ।। તુજ૦ ૬-૧૩।। સાધુ ભગતિ જિન પૂજના, દાનાદિક શુભ કર્મ રે । શ્રાવક જન કહ્યો અતિ ભલો, નહીં મુનિવેશે અધર્મો રે । તુજ૦ ૬-૧૪ II કેવળ લિંગધારી તણો, જે વ્યવહાર અશુદ્ધો રે । આદરીએ નવિ સર્વથા, જાણી ધર્મ વિરુદ્ધો રે
|| તુજ૦૬-૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 282 283 284 285 286 287 288 289 290 291 292