Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન ઢાળ આઠમી
૧૯૯
છે. તો પણ જેનાથી સંસારસાગર તરવાનો છે. તેવા સમ્યક્ત્વાદિ ગુણો પામવામાં અને તેવા પ્રકારના ભાવવિશેષની વૃદ્ધિમાં તેઓ પ્રત્યે અહોભાવપૂજ્યભાવ પ્રાપ્ત કરવામાં આ પૂજા પ્રબળ કારણ છે. તેથી અવિરતિ અને દેશવિરતિધર જીવો આવા પ્રકારના જિનપૂજા કરે એ જિનેશ્વર પ્રભુનો
ઉપચાર વિનય કહેવાય છે. શાસ્ત્રોમાં તને ઉપચારવિનય કહ્યો છે. વિનયના ચાર પ્રકાર છે. જ્ઞાનવિનય, દર્શનવિનય, ચારિત્રવિનય અને ઉપચારવિનય. પૂજા એ ચોથો ઉપચારવિનય છે.
આરંભાદિક શંકા ધરી, જો જિનરાજભક્તિ પરિહરી । દાન-માન-વંદન-આદેશ, તો તુજ સઘળો પડ્યો ક્લેશ ॥ ૮-૬ ॥
॥ ૮૯ ૫
ગાથાર્થ= જિનપૂજામાં આરંભાદિક છે. એમ મનમાં શંકા લાવીને જો જિનેશ્વર પ્રભુની ભક્તિ કરવાનું ત્યજવામાં આવે, તો દાન, માન, વંદન અને આજ્ઞા પાળવી વગેરે સર્વ શુભધર્મકાર્યો તે જીવને ક્લેશરૂપ થશે. (અર્થાત્ અકર્તવ્ય જ ઠરશે.) | ૮-૬ |
વિવેચન= જે જે આત્માઓ જિનેશ્વરપ્રભુની પૂજા સાવધરૂપ છે. એવી મનમાં શંકા લાવે છે. અને તેના કારણે ઘર વગેરે સંબંધી સાવધમાં જ રહેલા ગૃહસ્થોને પણ પૂજા-ભક્તિ કરવા-કરાવવાનો જેઓ નિષેધ કરે છે. તેઓને (૧) બીજાને દાન આપવાનું, (૨) ગુરુ આદિને માન આપવાનું, (૩) ગુરુ આદિને વંદન કરવાનું, (૪) વંદન કરવા ગ્રામાન્તર જવાનું, તથા (૫) વ્રત-પચ્ચક્ખાણો કરવારૂપ આજ્ઞા પાળવાનું. ઈત્યાદિ સર્વે ધર્મનાં શુભકાર્યો પણ ક્લેશરૂપ (કર્મબંધનાં જ કારણો છે. એમ માનવાનું) થશે. અને તેથી દાન-માન-વંદનાદિ કાર્યો પણ ન કરવાનું જ સિદ્ધ થશે.
(૧) દીન, અનાથ, રિદ્રી અને દુ:ખી જીવોને તથા પશુ-પક્ષીને • અપાતા આહાર-જલ-ધન-ધાસ અને ચણ વિગેરેનું દાન પણ આરંભસમારંભવાળું હોવાથી તેના દ્વારા તે તે જીવો રસોઈ કરવારૂપ આરંભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org