________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ દસમી
૨૩૧ ધર્મક્રિયા ઉપયોગ શુદ્ધિનું પણ કારણ છે. જીવ જ્યારે આ ધર્મક્રિયામાં વર્ત છે ત્યારે જ તેને ઉપયોગ શુદ્ધિ આવવી સંભવે છે. ધર્મક્રિયા બહાર રહેલાને ઉપયોગશુદ્ધિ આવવી પ્રાયઃ સંભવિત નથી. તેથી આ ધર્મક્રિયાના કરણ કાલે જેટલી ઉપયોગશુદ્ધિ આવી હોય અથવા આવવાની સંભાવના હોય તેટલી તે શુભયોગના પ્રવૃત્તિકાળે નિર્જરા પણ થાય જ છે. અથવા થવાનો સંભવ રહે છે. માટે ઉપયોગશુદ્ધિ પૂર્વક કરાતી ધર્મક્રિયા પુણ્યબંધનો હેતુ હોવા છતાં પણ તે બાધક બનતી નથી, બલ્ક સાનુકુળ સામગ્રી આપવા દ્વારા મોક્ષપદમાં સાધક (સહાયક) બને છે. અને કર્મોની નિર્જરા કરાવનાર પણ બને છે. તેથી આ વ્યવહારનયથી ધર્મ કહેવાય છે. પુણ્યબંધ હોવા છતાં પણ નિર્જરાનો સંભવ સવિશેષ હોવાથી અને બંધાતું પુણ્ય બાધક ન બનતું હોવાથી વ્યવહારનયથી યોગમાર્ગને (ક્રિયામાર્ગને) ધર્મ કહેવાય છે.
હિંસા, જુઠ, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહાદિ ૧૮ પાપથાનકોમાં કરાતી મન વચન અને કાયાની યોગપ્રવૃત્તિ એ વ્યવહારનયથી અધર્મ છે. તે અશુભ યોગ પ્રવૃત્તિ છે માટે પાપબંધનું કારણ છે.
આ રીતે પાપસ્થાનકોમાં પ્રવૃત્તિરૂપ યોગક્રિયા પાપબંધનું કારણ છે. ધર્માનુષ્ઠાનોમાં પ્રવૃત્તિરૂપ યોગક્રિયા પુણ્યબંધનો હેતુ છે. કષાયોની તીવ્રતા રૂપ ઉપયોગની અશુદ્ધિ એ નિકાચનાનો હેતુ છે. અને કષાયોના ક્ષયોપશમ (મંદતા) રૂપ ઉપયોગશુદ્ધિ એ સંવરનિર્જરાનું કારણ છે. તેથી જિનેશ્વર પ્રભુની દ્રવ્યપૂજા એ શુભયોગ હોવાથી પુણ્યબંધ ભલે થાય છે. પરંતુ તે પુણ્ય બાધક બનતું નથી. મોક્ષપ્રાપક સામગ્રી દાયક બને છે, અને તે કાળે જેટલા અંશે ઉપયોગશુદ્ધિ આવે છે તેટલી નિર્જરા અને સંવર પણ અવશ્ય થાય જ છે. તથા આ શુભયોગ પ્રવૃત્તિ શુદ્ધ ઉપયોગ પ્રવૃત્તિ લાવવામાં કારણ પણ બને છે. માટે કારણમાં કાર્યનો ઉપચાર કરીને (કાર્ય-કારણ એક માનીને) શુભયોગ પ્રવૃત્તિને પણ વ્યવહારનયથી ધર્મ કહેવામાં આવે છે. આ વાત હવે પછીની ગાથામાં વધારે સ્પષ્ટ કરે છે. તે ૧૦-૪ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org