Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૩)
પૂજયપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત “આત્મતત્ત્વ' એ મુખ્ય દ્રવ્ય છે. તેના ગુણોમાં એટલે કે સ્વભાવદશામાં આત્માની જે પરિણતિ છે. તે શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી ધર્મ કહેવાય છે. આ આત્મા જેટલા જેટલા અંશે રાગ દ્વેષ કષાય અને અજ્ઞાનદશાને ટાળીને શુદ્ધ આત્મતત્ત્વનો લક્ષ્ય રાખીને જ્ઞાન-દર્શન-ચારિત્ર-શમભાવ-વૈરાગ્ય આદિ ગુણોમાં રમણતા કરે છે. તે ઉપયોગશુદ્ધિરૂપ ધર્મ કહેવાય છે. શુદ્ધ જ્ઞાનદશાની રમણતા એ શુદ્ધ દ્રવ્યાર્થિકાય છે. આ જ શુદ્ધ નિશ્ચયનય કહેવાય છે. ઉપયોગશુદ્ધિ=મોહરહિત શુદ્ધ જ્ઞાનગુણમાં લયલીનતા એ શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી એટલે શુદ્ધ નિશ્ચયનયથી ધર્મ કહેવાય છે. આ ધર્મતત્ત્વ વિશેષે સંવર-નિર્જરાનું કારણ બને છે.
“ઉપયોગની મલીનતા” એટલે કે જ્ઞાનદશામાં રાગ દ્વેષ કષાયો અને અજ્ઞાન ભરપૂર ભરેલું હોય, મોહદશાની તીવ્રતા હોય, આવેશી જોર પકડતા હોય, આવા પ્રકારની મલીન જ્ઞાનદશા એ અધર્મ છે. આવા અધર્મમય પરિણામોથી જીવ પાપકર્મોને નિકાચિત કરે છે. આ જ વિભાવદશા (અથવા પર પરિણતિ) કહેવાય છે. તે ભાવકર્મ રૂપ છે એટલે કે રાગ-દ્વેષ અને કષાયોના વિકાર વાળી જે જ્ઞાનદશા છે. તે જ અધર્મ અને ભાવકર્મ જાણવું. આ રીતે ઉપયોગદશાની (જ્ઞાનદશાની) શુદ્ધિ અને અશુદ્ધિ એ જ ધર્મ અને અધર્મ રૂપ છે. સ્વભાવદશાનું લક્ષ્ય એ ધર્મ, અને વિભાવદશાનું લક્ષ્ય એ અધર્મ. આ રીતે નિશ્ચયનય ઉપયોગ આશ્રયી ધર્મ અધર્મ સમજાવવામાં પ્રવર્તે છે.
જ્યારે વ્યવહારનય યોગ આશ્રયી ધર્મ અધર્મ સમજાવવામાં પ્રવર્તે છે. મન-વચન-કાયાની જે શુભ પ્રવૃત્તિ, જેમ કે જિનેશ્વરની પૂજા, દાનાદિ ધર્મક્રિયા, સામાયિક પ્રતિક્રમણ આદિ ધર્મ અનુષ્ઠાનોનું આચરણ, પંચાચારનું વિધિપૂર્વક પાલન, આમ, શુભ યોગાત્મક પ્રવૃત્તિરૂપ ક્રિયામાર્ગ એ વ્યવહારનયથી ધર્મ છે. આ શુભયોગાત્મક પ્રવૃતિ રૂપ ધર્મ, યોગ આશ્રયી હોવાથી બંધહેતુ પણ છે અને શુભ હોવાથી પુણ્યબંધનો હેતુ છે. છતાં આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org