Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૩૮
પૂજયપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત યોગક્રિયાનો ત્યાગ શક્ય જ નથી, પરંતુ મલીનારંભવાળી માત્ર અશુભ યોગક્રિયાને ત્યજીને શુભયોગક્રિયામાં પ્રવર્તવું જોઈએ. કારણમાં કાર્યનો ઉપચાર કરવાથી શુભયોગાત્મક ક્રિયાઅનુષ્ઠાનો પણ ધર્મરૂપ છે. -
આ જીવ જ્યારે જયારે શુભયોગક્રિયામાં પ્રવર્તે છે ત્યારે ત્યારે પ્રભુપૂજામાં પાંચ ઈન્દ્રિયોના વિષયવિકારોના ત્યાગની, દાન-અનુકંપાદિમાં ધનાદિની મૂછ-મમતાના ત્યાગની એમ વિષય વિકારો અને કષાયોના ત્યાગની જે પરિણતિ આવે છે તે નિશ્ચયનયથી ધર્મ છે. એમ સમજીને વિષય કષાયોના ત્યાગની પરિણતિને નિશ્ચયધર્મ, અને તેના કારણભૂત શુભયોગક્રિયાને વ્યવહારધર્મ સમજીને શુભયોગક્રિયામાં પણ પ્રવર્તવું જોઈએ. અને તેમાં નિશ્ચય-વ્યવહાર એમ બન્ને પ્રકારનો પણ ધર્મ છે જ. એવી ધર્મમતિવાળા થઈને શુભમાર્ગે જિનેશ્વર પરમાત્માની આજ્ઞાનુસારીના માર્ગમાં વર્તો. દ્રવ્યપૂજામાં આશ્રય છે. અને આશ્રવ હોય ત્યાં ધર્મ ન થાય. આવા આવા કુતર્કોને ત્યજી દો. અને સૂત્રાનુસાર શુભમાર્ગમાં આવો. એવો ઉપાધ્યાયજી મહારાજશ્રીનો સાંકેતિક ઉપદેશ છે. | ૧૦-૬,૭ || સ્વર્ગહેતુ જો પુણ્ય કહીએ, તો સરાગ સંયમ પણ લીજે ! બહુરાગે (શુભભાવે) જે જિનવરપૂજે, તસ મુનિની પરે પાતક પૂજે ૧૦-૮૫
ગાથાર્થ= જો પુણ્યને કેવળ સ્વર્ગનો જ હેતુ માનીશું તો સરાગસંયમ પણ સ્વર્ગહેતુ જ થશે. પરંતુ મુક્તિહેતુ બનશે નહીં, તેથી કંઈક સમજો કે બહુ રાગપૂર્વક જે જે આત્માઓ જિનેશ્વર પ્રભુને પૂજે છે તે તે આત્માનાં પાપો મુનિજીવનની જેમ ધ્રુજે છે. (અર્થાત્ ક્ષય પામે છે)
વિવેચન= હજા કોઈ શિષ્ય એવો પ્રશ્ન કરે છે કે જેમ પાપકર્મ બેડી છે તેમ પુણ્યકર્મ પણ બેડી જ છે. લોખંડની બેડી હોય કે સુવર્ણની બેડી હોય પરંતુ બેડી એ તો બેડી જ છે. પગબંધણી જ છે. ઝકડાવાનું જ છે. તેથી જેમ પાપકર્મ કરવા લાયક નથી તેમ પુણ્યકર્મ પણ કરવા લાયક નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org