Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૪૬
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત વાંચશે, ભણશે અને ભણાવશે તે જીવો અવશ્ય ધર્મના સાચા સ્વરૂપને જાણશે, પામશે, અને આચરશે. હૃદયમાં એકવાર ધર્મનું સાચું સ્વરૂપ સમજાઈ ગયું હોય, બરાબર જામી ગયું હોય, તો પછી પ્રભુએ બતાવેલા ધર્મનું યથાર્થ સ્વરૂપ હૃદયમાં ધારણ કર્યા પછી આ જીવમાં એટલો બધો સત્યતત્ત્વ પ્રાપ્ત કર્યાનો પાવર (બળ અર્થાત્ હિંમત) આવે છે કે તે કોઈથી કદાપિ હારતો નથી. તેની સામે જે જે લોકો જેટલા જેટલા (ધર્મનું ઉલટું-સુલટું સ્વરૂપ લઈને) કુતર્કો કરે છે. તે તમામને આ જીવ સુંદર દાખલા દલીલો આપીને હરાવીને જગતમાં અવશ્ય જિત પ્રાપ્ત કરે છે.
જેમ જેણે સાચા હીરાના દાગીના પહેર્યા હોય છે. તેના મુખની કાન્તિ કોઈ જુદી જ હોય છે. તેમ જેના હૈયામાં ધર્મનું સાચું સ્વરૂપ સમજાયું હોય છે. તેનો પ્રભાવ જ દુનીયાના સામાન્ય જીવો કરતાં કંઈક જુદો જ હોય છે. સત્ય ધર્મ સમજાવનારા પરમાત્માનો જેને સાથ છે. સત્યધર્મની સમજણ જેની પાસે છે તે કોઈથી હારતો નથી. સર્વ વાદીઓને હરાવીને જગતમાં જય જ પામે છે. તેમ તમે પણ સાચું ધર્મતત્ત્વ સમજો. અને જગતમાં જિત પામો. એવો ગુરુજીનો ધ્વનિ છે. તે ૧૧-૧ / ભાવ જાણો સકળ જંતુના, ભવ થકી દાસને રાખ રે ! બોલીયા બોલ જે-તે ગણું, સફળ છે જો તુજ સાખ રે ૧૧-૨//
_| ૧૧૫ || ગાથાર્થ= હે પરમાત્મા ! તમે સર્વે જીવોના હૈયાના ભાવને જાણો જ છો. (એટલે વધારે શું કહીએ ?) તમારા સેવક એવા મને આ સંસારથી બચાવ. આ સ્તવનમાં કહેલી સઘળી હકિકત તો હું સફળ માનું. જો તમે તેમાં સાક્ષી થાઓ. ૧૧-૨ /
વિવેચન= હે પરમાત્મા શ્રી સીમંધરસ્વામી પ્રભુ ! જો કે આપશ્રી સર્વજ્ઞ સર્વદર્શી પ્રભુ છો. ત્રણે લોકના સર્વ દ્રવ્યોના સર્વકાળના
સર્વે ભાવોને જાણો છો એટલે મારે વધારે આપશ્રીને કંઈ કહેવાનું રહેતું • નથી. આ પાંચમા આરાના કાળમાં “સાચા સદ્ગુરુના સંયોગના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org