________________
૨૫૦
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત સર્વ દુઃખોનો ક્ષય કરીને હું મુક્તિપદ પામ્યો જ સમજો. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે સાચા દેવની અને સાચા ધર્મની બરાબર ઓળખાણ અને પ્રાપ્તિ મને જે થઈ છે તેનાથી હવે મારામાં દુઃખો રહે જ કેમ ? અર્થાત્ સર્વ દુઃખો ગયાં જ છે. એમ હું માનું છું.
મોરલાઓ જ્યાં સુધી આકાશમાં વાદળ થાય નહીં. દેખે નહીં ત્યાં સુધી જ ન નાચે, હર્ષ ન પામે, પરંતુ આકાશમાં જેમ જેમ વાદળોની ઘટા દેખે, મેઘગર્જારવ સાંભળે, વીજળીના ઝબ્બકારા દેખે એટલે તેઓ નાચ્યા વિના ન રહે. અવશ્ય નાચે જ, તેમ હું મોરલા જેવો છું. આપશ્રી મેઘઘટા તુલ્ય છો. મને આપશ્રીની પ્રાપ્તિનો અને આપશ્રીના યથાર્થ ધર્મતત્ત્વની પ્રાપ્તિનો જે યોગ થયો છે. અને તેનાથી જે આનંદ થયો છે. તે હું શબ્દોથી વર્ણવી શકતો નથી. માત્ર મારા અનુભવથી જ જાણું છું. માણું છું અને આનંદમાં આવીને નાચું છું. બસ, હર્ષાવેશમાં નાચ્યા જ કરું છું. ૧૧-૪ / મન થકી મીલન મેં તુજ કીયો, ચરણ તુજ ભેટવા સાંઈ રે ! કીજીએ જતન જિન એ વિના, અવર ન વાંછીએ કાંઈ રે ૧૧-૫ |
સ્વામી સીમંધર તું જયો // ૧૧૮ || તુજન્નતમારી સાથે સાંઈ=હે સ્વામી,જતન સુરક્ષા,અવર=બીજાં.
ગાથાર્થ= મેં આપશ્રીની સાથે મનથી મીલન તો કરી જ લીધું છે. હવે ફક્ત આપશ્રીના ચરણકમલોને સાક્ષાત્ ભેટવા હે સ્વામી ! ઇચ્છું છું. આપશ્રી મારી આ ભવભ્રમણાથી સુરક્ષા કરો, આ એક પ્રાર્થના વિના બીજા કંઈ હું ઇચ્છતો નથી. | ૧૧-૫ |
વિવેચન= હે પરમાત્મા! ગણધર ભગવંતોએ બનાવેલા આગમગ્રંથો તથા પૂજ્ય હરિભદ્રસૂરિજી, કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી, શ્રી જિનભદ્રગણિજી, તથા શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી આદિ અનેક સૂરિપુંગવોએ બનાવેલા શાસ્ત્રગ્રંથો વાંચીને તેનો પૂર્વાપર અભ્યાસ કરીને મન થકી (શ્રદ્ધાગુણથી)મેં આપશ્રીની સાથે મીલન તો કરી જ લીધું છે. અર્થાત્ આપશ્રીની પૂર્વાપર અવિરુદ્ધ, અનેકાન્તશૈલીવાળી, નિશ્ચય-વ્યવહારાદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org