Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

Previous | Next

Page 266
________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ અગ્યારમી ૨૪૯ જેમ એકવાર પણ ગંગાનું શીતળ અને મધુર જળ જેણે પીધું હોય, તેને લવણસમુદ્રનું ખારું પાણી કેમ ભાવે ? તેમ જેણે એકવાર પણ લોકોત્તર પુરૂષોને જાણ્યા હોય, લોકોત્તર પુરૂષોના સહજ ગુણોના આનંદને જાણ્યોમાણ્યો હોય. તેને લૌકિક સંપત્તિ જોઈને આનંદ કેમ થાય ? | ૧૧-૩ // તુજ વિના મેં બહુ દુઃખ લહ્યાં, તુજ મિત્યે તે કેમ હોય રે ! મેહ વિણ મોર માચે નહીં, મેહ દેખી માચે સોય રે ! ૧૧-૪ | સ્વામી સીમંધર તું જયો . ૧૧૭ // ગાથાર્થ= હે પરમાત્મા ! મેં તમારા વિના ઘણાં દુ:ખો મેળવ્યાં છે. હવે તમે મળ્યા પછી તે દુ:ખો કેમ રહી શકે ! જેમ વાદળ વિના મોર ન નાચે. પરંતુ વાદળ દેખ્યા પછી તે મોર નાચ્યા વિના કેમ રહે? અર્થાત્ નાચે જ. / ૧૧-૪ . વિવેચન= હે પરમાત્મા શ્રી વીતરાગ દેવ સીમંધરસ્વામી પ્રભુ ! અનાદિ કાળથી આજ દિન સુધી હું તમારા વિના=તમને સર્વજ્ઞ સર્વદર્શી સાચા વીતરાગ પરમાત્મા તરીકે ઓળખ્યા વિના, જાણ્યા વિના અને તેવી માન્યતા કર્યા વિના ભવોભવમાં ઘણું ભટક્યો છું અને બહુ દુ:ખો પામ્યો છું. તમને ન જાણ્યા એટલે તમારા કહેલા યથાર્થ આત્મધર્મને ન સમજ્યો. યથાર્થ આત્મધર્મ ન આચર્યો એટલે ઘણાં દુ:ખો પામ્યો. કુગુરુઓના સંસર્ગોથી મિથ્યાષ્ટિ દેવોને દેવ માની લીધા. વીતરાગને ક્યારેક ભજયા હશે તો પણ સંસારના સુખોની લાલસાથી ભજ્યા. દૃષ્ટિ જ ઉલટી પામ્યો. મિથ્થા સંસ્કારોમાં જ રહ્યો. તેથી હું ભવોભવમાં બહુ રખડ્યો છું. અને બહુ બહુ દુઃખો પામ્યો છું. હવેથી (આજ દિનથી) આપશ્રી મળ્યા છો. આપને જ સર્વજ્ઞ, સર્વદર્શી, યથાર્થવાદી, સત્યધર્મ પ્રકાશક, વીતરાગ પરમાત્મા તરીકે ઓળખ્યા છે. જાણ્યા છે. માન્યા છે. તેનાથી મને ઘણો ઘણો હર્ષ-આનંદ પ્રગટ્યો છે. હવે યથાર્થ સ્વરૂપે મેં આપશ્રીને પ્રાપ્ત કર્યા હોવાથી મારાં તે દુ:ખો રહેવાનાં જ નથી. ગયાં જ સમજો. એક બે ભવમાં જ મારાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292