Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ઢાળ અગ્યારમી કુમતિ એમ સકળ દૂર કરી, ધારીએ ધર્મની રીત રે હારીએ નવિ પ્રભુ બળ થકી, પામીએ જગતમાં જિત રે / ૧૧-૧ |
સ્વામી, સીમંધર તું જયો. / ૧૧૪ || ગાથાર્થ આ પ્રમાણે સઘળી કુમતિ (ઉન્માર્ગ પ્રરૂપણા) દૂર કરીને સાચા ધર્મના સ્વરૂપને હૈયામાં સમજી લઈએ, વીતરાગ પ્રભુનો સાથ મળ્યો છે. તે કારણે કોઈથી ન હારીએ અને જગતમાં સાચું કહેવા દ્વારા સર્વત્ર જિત મેળવીએ. | ૧૧-૧ |
વિવેચન= કુગુરુઓએ પોતાની અજ્ઞાનદશાથી, અહંકારદશાથી ઉસૂત્રપ્રરૂપણા કરવામાં નિર્ભયતાવાળા બનવાથી અને સ્વાર્થાદિની પરવશતાથી આ જગતને ઘણું ઘણું અવળા માર્ગે દોર્યું છે. ગુરુપણું આવી જવાથી ગમે તે સૂત્રોના ગમે તે અર્થે કરવામાં અને મન ફાવે તેમ પ્રરૂપણા કરવામાં તથા તે દ્વારા ભદ્રિક લોકોને તેમાં ફસાવવામાં કંઈ કમી રાખી નથી અને રાખતા પણ નથી. કોઈથી ડરતા પણ નથી એમ કહીએ તે જ બરાબર છે. આમ અહંકાર પૂર્વક ઉન્માર્ગની દેશના આપે છે. શાસ્ત્રોનો કે તેના ટીકાગ્રંથોનો ઝીણવટપૂર્વક પૂર્વાપરનય સાપેક્ષા દષ્ટિયુક્ત અભ્યાસ કરતા નથી. બલ્ક બાહ્ય આડંબરીય મોટાં મોટાં આયોજનોના વ્યવહારોમાં પોતે જ ગુંથાયેલા હોવાથી અભ્યાસ કરવાનો કે કરાવવાનો સમય પણ નથી. આવા આત્માઓ અર્થની જ પ્રધાનપણે દેશના આપીને દેશનાના અંતે સઘળી વાત અર્થના સંગ્રહમાં (ધનપ્રાપ્તિમાં) જ લાવીને મુકે છે. આવા જીવોની જાળમાં ફસાયેલા ભદ્રિક મુમુક્ષુ અને આત્માર્થી જીવોને બચાવવા માટે પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજશ્રીએ ઢાળ ૧ થી ૧૦માં સત્યધર્મ સમજાવ્યો છે. સાચા ધર્મની યથાર્થ સમજણ આપી છે. ધર્મતત્ત્વ સમજાવ્યું છે.
- સત્યધર્મની આ રીતે રજુઆત કરવાથી કુગુરુઓ વડે ફેલાવાયેલી સઘળી કુમતિ (ઉન્માર્ગની દેશના) દૂર કરી છે. જે જે લોકો આ સ્તવન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org