________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન ઢાળ દસમી
૨૩૭
યોગક્રિયા હોવા છતાં પણ ધર્મતત્ત્વ વૃદ્ધિ પામે છે. માટે યોગ પ્રવૃતિજન્ય બંધને આગળ કરીને ધર્મનાં પુષ્ટિ-અનુષ્ઠાનો છોડી દેવાં તે ઉચિત નથી, ઉન્માર્ગ છે. કારણ કે સર્વથા યોગક્રિયા અટકી જાય એવું તો તેરમા ગુણઠાણા સુધી બનવાનું જ નથી.
યાવ= જ્યાં સુધી આ જીવમાંથી મન-વચન-કાયાની શુભાશુભ યોગપ્રવૃત્તિ સર્વથા થંભી .જતી નથી. ત્યાં સુધી (એટલે કે ૧ થી ૧૩ ગુણઠાણા સુધી) આ જીવ નિયમા હીનાધિક યોગક્રિયાની પ્રવૃત્તિવાળો જ છે. અને તજ્જન્ય કર્મબંધવાળો પણ છે જ. સર્વથા યોગદશાની નિવૃત્તિ અને કર્મબંધનની નિવૃત્તિ તો માત્ર ચૌદમે ગુણઠાણે જ થવાની છે. તેથી માત્ર ચૌદમે ગુણઠાણે જ ધર્મતત્ત્વ સ્વીકારવાનું રહેશે. ૧ થી ૧૩ ગુણસ્થાનક સુધી ધર્મનો સર્વથા અભાવ જ થશે. જો ૧ થી ૧૩ ગુણસ્થાનકમાં સર્વથા ધર્મતત્ત્વ ન જ હોય તો ચૌદમાની પ્રાપ્તિ પણ સહસા કેમ થાય ? આ પ્રમાણે આટલી ચર્ચાના અંતે હે ભાગ્યશાળી મહાનુભાવો ! હવે કંઈક સમજો કે યોગક્રિયા હોય કે યોગક્રિયાજન્ય કર્મબંધ હોય તો પણ ઉપયોગશુદ્ધિરૂપ આત્મધર્મ હણાતો નથી. આ આત્મા જો જાગૃતિ રાખે તો પૂજા-દાન અનુકંપાદિ યૌગિક ધર્મક્રિયા પ્રવર્તતે છતે પણ “નિજ પરિણતિના મર્મ” સ્વરૂપ આત્મદશાની પ્રાપ્તિમય ધર્મતત્ત્વ હોઈ શકે છે. અને આ ધર્મતત્ત્વના પ્રતાપે જ ૧ થી ૧૩ ગુણસ્થાનકોમાં ઉર્વારોહણ થાય છે. જો આશ્રવ કાલે ધર્મતત્ત્વ સર્વથા નથી એમ કહીએ તો તેરમા સુધી ચડાય જ નહી. અને ચૌદમાની વાત તો ઘણી દૂર જ રહે.
તેથી સર્વથા શુભાશુભ યોગક્રિયા છોડી દેવાનો કદાગ્રહ ત્યજી દો. અને માત્ર મલીનારંભ સમારંભવાળી એટલે કે હિંસા-જાઠ-ચોરી-અબ્રહ્મઅને પરિગ્રહ ઈત્યાદિ ૧૮ પાપસ્થાનકોને સેવનારી જે જે મલીનારંભવાળી યોગક્રિયા છે. કે જેને જૈનશાસ્ત્રોમાં “અસદારંભ” કહેવાય છે. તેનો જ માત્ર ત્યાગ કરવાનો છે. આવી અશુભ યોગક્રિયાનો જ ત્યાગ કરીને આજ સુધી અનંતા જીવો સંસાર તર્યા છે અને તરશે. માટે સર્વથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org