Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન ઢાળ દસમી
૨૪૧
ગાથાર્થ= આ દ્રવ્યપૂજાથી જીવ ભાવસ્તવન પ્રાપ્ત કરે છે. તે કારણથી જ આ દ્રવ્યસ્તવન કહેવાય છે. અહીં દ્રવ્ય શબ્દ કારણવાચી છે. તેથી કુતર્કવાદીઓએ કરેલી ખોટી દલિલોથી ભ્રમમાં પડીને ભૂલા ન પડશો અને નિકાચિત કર્મો ન બાંધશો.
વિવેચન= દ્રવ્યપૂજા, દાન, અનુકંપા, દેવ-ગુરુની ભક્તિ, સાધર્મિક વાત્સલ્ય ઇત્યાદિ સાવદ્ય શુભક્રિયા અને સામાયિક, પ્રતિક્રમણ, વ્રત, પચ્ચક્ખાણો ઈત્યાદિ નિર્વદ્ય શુભક્રિયા, આ બધી મન-વચન અને કાયાના યોગોથી થતી યૌગિક ક્રિયા એ દ્રવ્યક્રિયા કહેવાય છે. યોગજન્ય અલ્પ આશ્રયવાળી હોવાથી દ્રવ્યક્રિયા અવશ્ય કહેવાય છે.
પરંતુ દ્રવ્યક્રિયા બે પ્રકારની હોય છે. એક દ્રવ્યક્રિયા એવી હોય છે કે જે સદ્ગુરુના યોગે, સત્શાસ્ત્રોના યોગે, સત્સંગના યોગે અને સ્વાધ્યાય આદિના કારણે શુદ્ધ આત્મતત્ત્વની પ્રાપ્તિનો લક્ષ્ય વૃદ્ધિ પામતાં આન્તરિક ભાવમલનો ક્ષયોપશમ અને ક્ષય કરવા દ્વારા ભાવક્રિયા તરફ કાળાન્તરે લઈ જાય તેવી દ્રવ્યક્રિયા હોય છે. આ દ્રવ્યક્રિયા ભલે અલ્પ પુણ્યબંધ કરાવે પરંતુ ઉપયોગ શુદ્ધિ કરાવનાર હોવાથી અથવા તે તરફનું લક્ષ્ય વધારનાર હોવાથી વિશાળ સંવ-નિર્જરા કરાવનાર બનવાથી ઉપાદેય છે. આદરવા યોગ્ય છે.
ભરત
આ દ્રવ્યક્રિયા (દ્રવ્યસ્તવન) તુરત અથવા ધીમે ધીમે પણ કાળાન્તરે ભાવસ્તવનનું કારણ બને તેવી છે. તેથી તે ઉપાદેય છે. હેય નથી. આજ સુધી જે અનંતા જીવો મોક્ષે ગયા છે તે આ માર્ગે જ ગયા છે. મહારાજા, મરૂદેવા માતા, ઇલાચી, ચિલાતી જેવા દાખલા અલ્પ જ બન્યા છે. ભાવક્રિયાની અપેક્ષા રાખીને કરાતી આ દ્રવ્યક્રિયા ભાવક્રિયાનો હેતુ હોવાથી ઉપકારી છે. અહીં ‘‘દ્રવ્યક્રિયા’’ શબ્દમાં જે દ્રવ્ય શબ્દ વપરાયો છે તે કારણ અર્થવાળો છે. કારણને પણ દ્રવ્ય કહેવાય છે. કોઈ પણ વસ્તુની પૂર્વાપર અવસ્થા તે દ્રવ્યનિક્ષેપ કહેવાય છે. જેનો ભાવનિક્ષેપ દર્શનીય વંદનીય અને પૂજનીય જ હોય છે તેનો દ્રવ્યનિક્ષેપ પણ દર્શનીય વંદનીય અને પૂજનીય જ હોય છે.
૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org