Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૩૪
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત કાયા અને મનની ક્રિયા એ શુભયોગાત્મક હોવાથી પુણ્યબંધનો હેતુ છે. તો પણ ભૂલોની ક્ષમા માગવાના અને ફરીથી ભૂલો ન કરવાના ઉપાયભૂત એવી તે યોગક્રિયા હોવાથી કષાયોને જિતવા દ્વારા શુદ્ધ ઉપયોગદશાની પ્રાપ્તિ કરાવનાર છે. ચેતનામાંથી રાગાદિ કષાયોનો જેટલા અંશે નાશ કરાવનાર થાય છે તેટલા અંશે તે ક્રિયા શુદ્ધ ઉપયોગરૂપ ધર્મતત્ત્વ છે. આવા શુદ્ધ પરિણામ લાવવામાં કાયિકાદિ યોગપ્રવૃત્તિ અવશ્ય હેતુ બને છે. તેથી ઉપચાર તે શુભયોગ પ્રવૃત્તિને પણ વ્યવહારનયથી ધર્મ કહેવાય છે.
શુદ્ધ ઉપયોગદશા એ કાર્ય છે. અને શુભ યોગ પ્રવૃત્તિ એ કારણ છે. કારણમાં કાર્યનો ઉપચાર કરીને શુભયોગ પ્રવૃત્તિને પણ વ્યવહારનયથી ધર્મ કહેવાય છે. પારમાર્થિકનયથી શુદ્ધ આત્મદશાની જે પરિણતિ છે તે ધર્મ છે. આ રીતે આ તત્ત્વ નયસાપેક્ષ સમજવું જોઈએ.
જે જે ધર્માનુષ્ઠાન કરાય છે. તે તે શુભયોગ પ્રવૃત્તિરૂપ હોવાથી પુણ્યબંધ તો અવશ્ય થાય જ છે. પરંતુ તેમાં શુદ્ધ આત્મદશાનું લક્ષ્ય પણ જ્વલંત વિદ્યમાન હોય છે. તેનાથી વિશાળ સંવર-નિર્જરા પણ થાય છે. અને બંધાયેલું તે પુણ્ય પણ મોક્ષાનુકુળ સામગ્રીદાયક બને છે. માટે ધર્મ જ થયો છે એમ વ્યવહારનયથી જાણવું. તથા આ ધર્માનુષ્ઠાન કરતાં જો કષાયોની માત્રા તીવ્ર હોય (જેમ કે અગ્નિશર્માને અને કમઠને તપ કરવા છતાં તીવ્ર કષાયો હતા) તો તે અનુષ્ઠાન શુભ હોવાથી પુણ્ય જરૂર બંધાવે છે. પરંતુ કષાયોની તીવ્રતા હોવાથી એવું પુણ્ય બંધાવે છે કે જે અનેક પાપકાર્યો કરવાની સામગ્રીદાયક બને છે. અને સંસારની ભ્રમણાનો જ હેતુ બને છે. જેને શાસ્ત્રોમાં પાપાનુબંધી પુણ્ય કહેવાય છે.
આ કારણથી“પુણ્યબંધ” થાય છે આટલા માત્રથી રાજી થવા જેવું કંઈ નથી અને ગભરાવા જેવું પણ કંઈ નથી. જે પુણ્યબંધ શુદ્ધ સ્વભાવદશા તરફ જવામાં સહાયક સામગ્રી આપનાર થાય છે. તે ઉપકારક પણ છે. અને જે પુણ્યબંધ તેના ઉદયકાળે કષાયોની તીવ્રતા તરફ લઈ જનાર અને તેથી આત્માના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org