Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન: ઢાળ દસમી
૨૩૩ પ્રકૃતિઓના યથાયોગ્ય ઉદયજન્ય વિકારો છે તે અધર્મ છે એમ જાણવું. એ જ રીતે ત્રીજે ગુણસ્થાનકે ચાર અનંતાનુબંધી કષાયના ઉદયજન્ય વિકારો તથા મિથ્યાત્વના ઉદયજન્ય વિકારો નથી તે ધર્મ, અને શેષ ૨૧ના ઉદયજન્ય વિકારો તથા મિશ્રમોહનીયના ઉદયજન્ય વિકારો ચેતનામાં છે તે અધર્મ. ચોથે ગુણસ્થાનકે મિથ્યાત્વ, અનંતાનુબંધી, અને મિશ્રમોહનીયના ઉદયજન્ય વિકારોનો અભાવ તે ધર્મ અને સમ્યકત્વમોહનીયના ઉદય સહિત શેષ ૨૨ના ઉદયજન્ય જે જે વિકારો છે. તે અધર્મ જાણવો.
આ પ્રમાણે પાંચમે ગુણઠાણે અપ્રત્યાખ્યાનીય કષાયના ઉદયજન્ય વિકારો નથી તે ધર્મ, છછું ગુણઠાણે પ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદયજન્ય વિકારો નથી તે ધર્મ, સાતમે ગુણઠાણે પ્રમાદનો ત્યાગ, આઠમે ગુણઠાણે સમ્યકત્વમોહનીયના ઉદયનો ત્યાગ, નવમે ગુણઠાણે હાસ્યષકના ઉદયનો જે અભાવ વર્તે છે તે સઘળો ધર્મ જાણવો. દસમે ગુણઠાણે ત્રણ વેદ અને ત્રણ સંજવલનના ઉદયનો જે અભાવ છે તે ધર્મ, અગ્યારમે બારમે સંજ્વલન લોભના ઉદયનો જે અભાવ વર્તે છે તે ધર્મ, અને તેરમે ગુણઠાણે ચારઘાતી કર્મોના ઉદયજન્ય દોષોનો જે અભાવ વર્તે છે તે ધર્મ. આ રીતે આત્માની ચેતના જેટલા જેટલા અંશે નિરુપાધિક થાય, મોહદશાજન્ય મલીનતા રહિત થાય તે જ શુદ્ધ ઉપયોગ સ્વભાવ કહેવાય છે અને તેને જ પારમાર્થિક ધર્મ કહેવાય છે.
પુણ્યબંધમાં અને પાપબંધમાં કારણ બને એવી અનુક્રમે શુભયોગ પ્રવૃત્તિ હોય કે અશુભયોગપ્રવૃત્તિ હોય પરંતુ તે આત્મપ્રદેશોની અસ્થિરતારૂપ હોવાથી વિભાવદશા કહેવાય છે. એટલે યોગ પ્રવૃત્તિ એ બંધહેતુ હોવાથી પારમાર્થિક રીતિએ તે અધર્મરૂપ છે. તો પણ જે યોગ પ્રવૃત્તિ શુભ હોવાથી આત્માને શુદ્ધ સ્વભાવ પ્રાપ્તિમાં સહકારી કારણ બને છે. તે યોગપ્રવૃત્તિને વ્યવહારથી (ઉપચારથી) ધર્મ કહેવાય છે. જેમ કે પ્રતિક્રમણની જ ક્રિયા છે. તેમાં સૂત્રો બોલવાની વચનક્રિયા, ખમાસમણાં આપવાં આદિમાં થતી ઉઠવા બેસવાની કાયિકક્રિયા, અને અર્થચિંતનરૂપ થતી માનસિકક્રિયા આ સર્વે વચન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org