Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨ ૨૩
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ દસમી બંધહેતું જ છે. જો બંધહેતુ સેવવામાં આવે તો તેના ફળરૂપે બંધ જ થાય. ફક્ત એટલો તફાવત છે કે શુભયોગ હોય તો પુણ્યબંધ થાય અને અશુભ યોગ હોય તો પાપબંધ થાય. તત્ત્વાર્થ અધ્યાય છટ્ટામાં ૧ થી ૪ સૂત્રોમાં આ જ વાત પૂજય ઉમાસ્વાતિજી મહારાજશ્રીએ કહી છે. વામન: યા: ૬-૧, ર કાઢવ: ૬-૨, શુ: પુષ્યસ્થ ૬-૩, કશુમ:પાપચ્ચે ૬-૪ આ વચનો જોતાં પરમાત્માની મૂર્તિની દ્રવ્યપૂજા કરવી એ પણ મન વચન અને કાયાનો શુભ (પ્રશસ્ત) યોગ હોવાથી અને યોગ એ બંધહેતુ હોવાથી માનસિક શુભ પરિણામથી અને વાચિક ગુણગાનથી તથા કાયિક વંદનાદિ ક્રિયાથી શ્રેષ્ઠ એવો પુણ્યબંધ થાય છે. પરંતુ આત્મશુદ્ધિ, કર્મનિર્જરા, ગુણપ્રાપ્તિ, ઉપર ઉપરના ગુણંસ્થાનકની પ્રાપ્તિ કે આત્મ કલ્યાણ થતું નથી. જ્યાં જ્યાં યોગ હોય છે. ત્યાં ત્યાં તજ્જન્ય બંધ ચાલુ હોવાથી ધર્મ કહેવાતો નથી. જ્યાં જ્યાં બંધ ન હોય અને કેવળ એકલી કર્મક્ષયરૂપ નિર્જરા જ માત્ર હોય ત્યાં જ ધર્મ કહેવાય છે. માટે પૂજામાં પુણ્યબંધ છે. તેથી કર્તવ્ય છે. દેવલોકાદિની પ્રાપ્તિનું કારણ પણ છે. પરંતુ નિર્જરા કે ધર્મ થતો નથી. આવું કોઈક શિષ્ય ગુરુજીને પૂછે છે.
તથા વળી તે જ શિષ્ય પોતાના આ પ્રશ્નને વધારે પુષ્ટ કરતાં જણાવે છે કે કોઈ પણ પ્રકારનાં વ્રતો કરીએ અથવા પચ્ચખાણો કરીએ તો તેમાં જે જે વિષયનાં વ્રતો કરીએ તેમાં તેમાં તે તે વિષયના પાપનો ત્યાગ આવે જ છે. એટલો એટલો આશ્રવ રોકાય જ છે. એટલે સંવર પણ થાય જ છે. પરંતુ આશ્રવ થતો નથી. જેમ કે સ્થૂલ અથવા સર્વથા પ્રથમ વ્રત સ્વીકાર્યું હોય તો તેટલા પ્રમાણમાં હિંસા કરવા સ્વરૂપ આશ્રવનો ત્યાગ સંભવે છે. જ્યારે પૂજાના કાર્યમાં આશ્રવનો ત્યાગ સંભવતો નથી. પરંતુ આશ્રવ સંભવે છે. તેથી વ્રતો ઉચ્ચરવામાં જેવો ધર્મ છે. તેવો ધર્મ પૂજામાં દેખાતો નથી. તેવી જ રીતે એકાસન-આયંબીલ-ઉપવાસ આદિ તપનાં પચ્ચકખાણો કરવાથી તેમાં પણ આહારાદિનો આંશિક કે સર્વથા ત્યાગ હોવાથી ધર્મ છે. પરંતુ પૂજામાં ભોગોનો ત્યાગ ન હોવાથી આશ્રવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org