Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ઢાળ દસમી અવર કહે પૂજાદિક ઠામ, પુણ્ય બંધ છે શુભ પરિણામ / ધર્મ ઈહાં તે નવિ કોઈ દીસે, જેમ વ્રત પરિણામે મન હસે ૧૦-૧
|| ૧૦૫ || અવર= બીજો કોઈ, મન હસે= મન હેલે ચડે છે. આનંદ પામે છે.
ગાથાર્થ= બીજો કોઈ શિષ્ય એમ પ્રશ્ન કરે છે કે પૂજા-દાનાદિ ધર્મકાર્યો કરતાં શુભ પરિણામો થતા હોવાથી પુણ્યબંધ અવશ્ય થાય છે. પરંતુ વ્રતપચ્ચખાણોમાં જેવું મન ત્યાગના હીલોળે ચઢે છે. તેવો ધર્મપરિણામ અહીં દેખાતો નથી. / ૧૦-૧ ||
વિવેચન= પ્રથમ ચાર ઢાળના અર્થો સાંભળીને હૃદયમાં નિશ્ચય નયની દૃષ્ટિ જીવને આવે છે. અને પાછળની પાંચ ઢાળોના અર્થો સાંભળીને હૃદયમાં વ્યવહારનયની દૃષ્ટિ જીવને આવે છે. એમ બને દૃષ્ટિઓ જો સાપેક્ષભાવે હૃદયમાં સંગત થાય તો તો આત્માનું અવશ્ય કલ્યાણ થાય જ છે. પરંતુ ક્યારેક ક્યારેક આ જીવ ગરબામાં પડી જાય છે. અનાદિ કાળની મિથ્યાત્વમોહની અને અજ્ઞાનદશાની તીવ્રતાના કારણે હૃદયમાં અનેક પ્રકારની શંકાઓ ઉઠે છે. તેમાં હવે એક શિષ્ય નીચે પ્રમાણે પ્રશ્ન કરે છે કે
જિનેશ્વર પરમાત્માની મૂર્તિની દ્રવ્યપૂજા કંઈક સાવદ્ય હોવા છતાં પણ કરવા જેવી છે. કરવી આવશ્યક છે. તે વાત બરાબર હવે સમજાઈ છે. પરંતુ દ્રવ્યપૂજા કરવી, કે પરમાત્માની સ્તુતિ કરવી, ગુણો ગાવા, ચૈત્યવંદન બોલવું, પ્રાર્થનાઓ બોલવી. ઈત્યાદિ વચનયોગ રૂપ હોવાથી, તથા અષ્ટપ્રકારી પૂજા કરવી, પ્રદક્ષિણા દેવી, ખમાસમણાં આપવા વિગેરે કાયયોગ સ્વરૂપ હોવાથી બંધહેતુઓ છે. જેમ મિથ્યાત્વ-અવિરતિ અને કષાય આ ત્રણ બંધહેતુઓ છે. તેમ મન-વચન-કાયાનો યોગ પણ ચોથો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org