Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત
જ
મન-વચન અને કાયાની જે જે શુભાશુભ ક્રિયા છે. તેમાં શુભક્રિયા પુણ્યબંધનું કારણ છે. અને અશુભક્રિયા પાપબંધનું કારણ છે. આવી ક્રિયા હોતે છતે તેરમા ગુણઠાણા સુધી જીવ બંધવાળો તો હોય જ છે. મોહનીયના ઉદયથી મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ અને કષાયો દ્વારા અને શરીરાદિ નામકર્મના ઉદયથી યોગ દ્વારા આ જીવ ૧ થી ૧૩ ગુણઠાણામાં યથાયોગ્ય કર્મ બાંધે જ છે. આ સઘળો મોહનીય અને નામકર્મનો ઉદય તે ઔયિકભાવ છે. આ ઔદિયકભાવ બંધહેતુ છે. આ રીતે ઔદિયકભાવ હોતે છતે પણ જે જે ગુણઠાણે જેટલા જેટલા અંશે ક્ષાયોપશમિકભાવ થાય છે. અને તે ક્ષાયોપશમિક ભાવમાં જેટલી જેટલી વૃદ્ધિ થાય છે. તથા અંતે જેટલો ક્ષાયિકભાવ આવતો જાય છે તે સર્વે ધર્મ છે. એટલે પહેલા ગુણઠાણાથી તેરમા ગુણઠાણા સુધી પૂર્વબદ્ધ કર્મોના ઉદયજન્ય કાષાયિક અને યૌગિક પ્રવૃત્તિ એ બંધહેતુ હોવાથી નિશ્ચયનયથી અધર્મ જરૂર છે. પરંતુ ક્ષાયોપશમિકભાવ તથા ક્ષાયિકભાવની જે પ્રાપ્તિ, અને તેની જે વૃદ્ધિ, એ આત્મતત્ત્વના ગુણોના આવિભાર્વરૂપ હોવાથી ધર્મ પણ છે.
૨૨૬
પહેલા ગુણઠાણે અલ્પ અંશે જ્ઞાનાવરણીયાદિનો ક્ષયોપશમભાવ છે. અને તે પણ મિથ્યાત્વના ઉદયથી કલુષિત છે. તેથી જ્યારે મિથ્યાત્વનો ઉદય મોળો પડે છે. ત્યારે આ જીવ ચરમાવર્તમાં આવે છે. અને બહુભાવમલ ક્ષય થયો હોય ત્યારથી જ અંશે અંશે ધર્મ આવ્યો છે. એમ નૈગમનયથી જાણવું. આ જીવ જ્યારે અવિરત સમ્યગ્દષ્ટિ થાય, આત્માની અંદર ધર્મતત્ત્વના મૂલબીજ ભૂત સમ્યક્ત્વ નામનો ગુણ (સદંશ) પ્રગટે, ત્યારે સંગ્રહનયથી જીવ ધર્મ પામ્યો કહેવાય છે.
પાંચમે છઢે ગુણઠાણે જ્યારે જીવ આવે અને નાનાં-મોટાં વ્રતોપચ્ચક્ખાણો કરે, ત્યારે આ જીવ બાહ્યલિંગોથી ગોચર એવો ધર્મ પામ્યો એમ વ્યવહારનયથી કહેવાય.
સાતમા ગુણઠાણે જીવ આવે ત્યારે પ્રમાદ રહિત થવાના કારણે વર્તમાન કાળે સાવધાન અવસ્થાવાળો છે. માટે ધર્મ પામ્યો એમ ઋજીસૂત્રનયથી કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org