________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ દસમી
૨૨૭ આઠથી બાર ગુણસ્થાનક સૂધી ક્ષપકશ્રેણીમાં ચઢતો જીવ ઘાતકર્મોનો ક્ષય કરીને ક્ષાયોપથમિક ભાવમાંથી ક્ષાયિકભાવ પામતો હોવાથી આત્માની શુદ્ધિદશાનો વિશેષ વિશેષ આવિર્ભાવ થતો જતો હેવાથી શબ્દનયથી ધર્મ પામ્યો એમ કહેવાય છે.
તેરમા ગુણસ્થાનકે આવેલો જીવ ચારે ઘાતી કર્મોનો સંપૂર્ણપણે ક્ષય કરીને અનંત ચતુષ્ટયને પરિપૂર્ણપણે પ્રાપ્ત કરી સંપૂર્ણ વીતરાગ અવસ્થાવાળો જ્યારે બને છે ત્યારે સમભિરૂઢનયથી આ જીવ ધર્મી કહેવાય.
ચૌદમાં ગુણસ્થાનકે સર્વથા બંધરહિત છે. સંપૂર્ણપણે અનાથવભાવ અને સર્વ સંવરભાવ આ જીવ જ્યારે પામે છે. ત્યારે એવભૂતનયથી આ જીવ ધર્મ કહેવાય છે. આ પ્રમાણે નયભેદે પૂર્વના ગુણસ્થાનકોમાં પણ અવશ્ય ધર્મ છે. પૂર્વના ગુણસ્થાનકોમાં ધર્મ નથી. એમ નહીં. આ વાત ગ્રંથકારશ્રી હવે પછીની ગાથાઓમાં બરાબર સમજાવે છે. તે ૧૦-૨ તસ સાધન તું જે જે દેખે, નિજ નિજ ગુણઠાણાને લેખે ! તેહ ધર્મ વ્યવહાર જાણો, કારજ કારણ એક પ્રમાણે છે ૧૦-૩ |
|| ૧૦૭ | ગાથાર્થ તે નિશ્ચયધર્મના સાધનભૂત એવું પૂર્વાવસ્થાવર્તી ધર્મતત્ત્વ જે જે ગુણઠાણે જેટલા જેટલા અંશે પ્રગટ થતું જાય છે. તે તે ગુણઠાણે તેટલા તેટલા અંશે તે પણ વ્યવહારથી ધર્મ છે એમ જાણો. કારણ કે પૂર્વવર્તી કારણ અને ઉત્તરવર્તી કાર્ય કથંચિત્ એકરૂપ છે. ૧૦-૩ |
વિવેચનઃ અમદાવાદથી ઉપડીને મુંબઈ જતી ટ્રેન “બોમ્બે સેન્ટ્રલ પહોંચે ત્યારે જ મુંબઈ આવ્યું કહેવાય. આ વાત નિશ્ચયથી છે. એવંભૂતનયની છે. પરંતુ સાથે સાથે અમદાવાદથી ઉપડ્યા બાદ નડીયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, બિલ્લીમોરા, વલસાડ, વાપી, દહાણ, પાલઘર, વિરાર અને બોરીવલી એમ જે જે સ્ટેશન આવે અને જેટલુ જેટલું અંતર કપાતું જાય છે તે સ્ટેશને તેટલું તેટલું મુંબઈ (નજીક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org