Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨ ૨૦
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત જ આચરવું, અને જો શ્રાવક જીવન હોય તો શ્રાવકોનું પરિમિત સાવદ્ય જીવન હોવાથી દ્રવ્યસ્તવન અને ભાવસ્તવન એમ બન્ને આચરવું, એ જ બન્ને પ્રકારના આરાધકો માટે શુદ્ધ આચાર છે. બાકી બધો અશુદ્ધ આચાર છે. આ બધી ઢાળોમાં ગ્રંથકારશ્રી વ્યવહારનય સમજાવે છે. શુદ્ધ વ્યવહારનયને માન્ય શુભ આચારો આચરવા અને અશુભ આચારો ત્યજવા અર્થાત્ ન આચરવા તે ધર્મ કહેવાય છે. શાસ્ત્રોમાં નિશ્ચયનય અને વ્યવહારનયથી પ્રવૃત્તિ અને નિવૃત્તિરૂપ ધર્મતત્ત્વ આ રીતે સમજવું. (૧) વ્યવહારથી નિવૃત્તિધર્મ= હિંસા જુઠ-ચોરી-અબ્રહ્મ અને પરિગ્રહ
ઈત્યાદિ પાપવ્યવહારોનો ત્યાગ કરવો, તેનાથી નિવૃત્તિ કરવી તે. વ્યવહારથી પ્રવૃત્તિ ધર્મક જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એમ પંચાચારમાં સવિધિએ પ્રવૃત્તિ
કરવી તે. (૩) નિશ્ચયથી નિવૃત્તિધર્મ= ક્રોધ-માન-માયા-લોભ-રાગ દ્વેષ આદિ
કાષાયિક અધ્યવસાયોનો ત્યાગ, પરદ્રવ્ય પ્રત્યેની પરિણતિનો
ત્યાગ કરીને ઉદાસીન સ્વભાવવાળા થવું તે. (૪) નિશ્ચયથી પ્રવૃત્તિધર્મ સમ્યકત્વ, શ્રત, દેશવિરતિ અને
સર્વવિરતિ સામાયિક, પ્રતિક્રમણ આદિ શુદ્ધભાવોને આદરવા પૂર્વક શુદ્ધ સ્વભાવદશાની પરિણતિમાં પ્રવર્તવું તે.
આમ, નિશ્ચય નય અને વ્યવહારનયથી પ્રવૃત્તિ-નિવૃત્તિરૂપ સાપેક્ષતાપૂર્વક ધર્મતત્ત્વ સમજવું જોઈએ. કોઈપણ બાજુનો એકાન્ત માર્ગ આત્માને ઉપકારક થતો નથી “મૂર્તિપૂજન” નહીં માનનારાઓને ગ્રંથકારે આ ગાથાઓમાં જેમ હિતશિક્ષા આપી છે. તેમ મૂર્તિપૂજા માનનારા જીવોએ પણ હિતશિક્ષા સમજી લેવી જોઈએ કે
આ પ્રભુજીની પ્રતિમા શુભધ્યાન લાવવા માટે, વીતરાગતા પ્રાપ્ત કરવા માટે છે. અનંત-અનંત ગુણોના ભંડાર અને આપણા ઉપર અનંત ઉપકાર કરનારા એવા પરમાત્માની મૂર્તિ છે. તે આલંબન રૂપ છે. કર્તા નથી. નિમિત્ત હંમેશાં કર્તાના વ્યવસાયને આધીન છે. જેમ એક રૂપસુંદરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org