Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન ઢાળ નવમી
૨૧૯
(૧) ચાર નિક્ષિપે પરમાત્મા પૂજનીય છે. તેમાં પ્રતિમાની પૂજા એ સ્થાપના નિક્ષેપો છે. આ ન માનતાં સ્થાપના નિક્ષેપાનો અપલાપ થાય છે. દેવેન્દ્રસૂરિજી મહારાજશ્રીએ ચૈત્યવંદનભાષ્યમાં કહ્યું છે કેनामजिणा जिणनामा, ठवणजिणा पुण जिणिंदपडिमाओ । दव्वजिणा जिण जीवा, भावजिणा समवसरणत्था ॥
અર્થ-જિનેશ્વર ભગવાનનું જે નામ, તે નામજિન, જિનેશ્વરની જે પ્રતિમા તે સ્થાપનાજિન, જિનેશ્વર જીવ તે દ્રવ્યજિન, અને સમવસરણમાં બીરાજમાન જે ભગવાન તે ભાવિજન.
(૨) અર્થ અને કામની નિરંતર વાસના વાળા આ જીવોને મંદિર, મૂર્તિ, અને તેની ભક્તિ એ જ દેવોનો વાસનાની મંદતા કરનાર છે. આ ભક્તિપૂજાના આલંબને જ વાસના ઘટે છે.
(૩) દેવો જેમ ભોગી હોવાથી ભોગની આસક્તિ ઘટાડવા માટે પૂજાભક્તિ કરવી એ જ ધર્મવ્યવસાય છે. તેમ શ્રાવક-શ્રાવિકાઓને પણ જ્યારે જ્યારે પૌષધ આદિ વિરતિધર્મ ન હોય ત્યારે ત્યારે આ ભક્તિપૂજા માર્ગ જ અત્યન્ત ઉપકારક છે.
(૪) અશુભ આલંબનો જો અશુભ ભાવનાઓમાં નિમિત્ત બને છે તો પછી શુભ આલંબનો શુભ અધ્યવસાયમાં નિમિત્ત કેમ ન બને ? ટી.વી.માં બતાવાતી શ્રૃંગાર, ભય, વીરતા અને કરૂણા આદિ રસોવાળી સીરીયલો જોઈને જો તે તે ભાવો સંસારમાં ઉત્પન્ન થતા દેખાય છે. તો શાન્તરસવાળી અને કામક્રોધનાં ચિહ્નો વિનાની મૂર્તિને જોઈને સમતારસના ભાવો આવે એવું કેમ ન બને ?
તેથી પ્રભુની પૂજાનો નિષેધ કરવો એ કોઈ પણ રીતે ઉચિત નથી. ઉત્તમ આત્માઓએ ઉપરોક્ત ચર્ચાનો સાર ગ્રહણ કરીને જો મુનિ જીવન હોય તો મુનિઓનું નિરવદ્ય જીવન હોવાથી કેવળ ભાવસ્તવન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org