Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૧૮
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત
સિદ્ધાર્થ રાજાએ અને ત્રિશલામાતાએ પરમાત્માના જન્માદિ પ્રસંગો ઉજવવા માટે અનેક પ્રકારના યાગ (જિનપૂજા આદિ ધર્મકાર્યો) કરાવ્યાં છે.
આ પાઠમાં પૂજય ભદ્રબાહુસ્વામીજીએ પ્રાસ મેળવવા વિગેરેના કારણે “ચા” શબ્દનો પ્રયોગ કર્યો છે. પરંતુ અહીં યાગ શબ્દનો અર્થ હોમહવનવાળા યજ્ઞો એવો અર્થ કરવો નહીં. કારણ કે આ માતાપિતા પૂર્વે થયેલા પાર્શ્વનાથ પ્રભુના સંતાનીય હતા. પાર્શ્વનાથ પ્રભુ દ્વારા પ્રરૂપણા કરાયેલા ધર્મના ઘણા જ અનુરાગી હતા. તથા આચારાંગ સૂત્રમાં તેઓને “શ્રમણોપાસક” કહ્યા છે. શ્રમણોપાસક એટલે સાધુના ઉપાસક. જેઓ સાધુ-સાધ્વીજીના ઉપાસક હોય છે. તેઓ અહિંસા પરમો ધર્મ સમજતા હોય છે. અને તેની જ પ્રીતિવાળા હોય છે. અહિંસાના જ પાલક હોય છે. તેથી હિંસાવાળા હોમહવન યુક્ત (જ્યાં બકરા આદિનો હોમ થતો હોય) તેવા યજ્ઞો કરવાનું સંભવતું નથી. શબ્દોના અર્થોને મરડીને પોત પોતાના ઈષ્ટ અર્થને સાધવામાં શબ્દોને જોડવા, તે કેવળ કદાગ્રહ મૂઢતા જ જાણવી. આટલી બધી આગમ પાઠોની સાક્ષી જાણ્યા પછી દ્રવ્યપૂજાની કર્તવ્યતામાં સંદેહ કરવો તે ઉચિત માર્ગ નથી. એમ અનેક સૂત્રે ભર્યું જી, જિનપૂજા ગૃહી કૃત્ય ! જે નવિ માને તે સહજી, કરશે બહુભવ નૃત્ય / ૯-૧૧ /
સુણો જિન, તુજ વિણ કવણ આધાર ૧૦૪ || ગાથાર્થ આ પ્રમાણે અનેક સૂત્રોમાં જિનેશ્વરની પૂજા કરવી એ ગૃહસ્થોનાં કૃત્ય છે. એમ કહેવું છે. છતાં જે હઠાગ્રહના કારણે નહીં જ માને તે બહુભવોમાં ભટકશે. | ૨-૨ /
વિવેચન= ઉપરોક્ત દશ ગાથાઓમાં અનેક દૃષ્ટાન્તો આપ્યાં છે. અનેક આગમોના (અંગ-ઉપાંગ વિગેરેના) સાક્ષીપાઠો આપ્યા છે તથા યુક્તિઓથી પણ જિનપૂજા એ ગૃહસ્થનું કૃત્ય છે. તે સિદ્ધ થાય છે. તે તે યુક્તિઓ આ પ્રમાણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org