Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ઢાળ નવમી
૨૨૧
શ્રી સવાસો ગાથાનું સ્તવન ભોગી પણ દેખે છે અને યોગી પણ દેખે છે. પરંતુ ભોગીજીવ એ રૂપસુંદરીને રૂપનો ભંડાર દેખે છે. તેનાથી કામવાસનાને આધીન બને છે. અને એ જ રૂપસુંદરીને યોગી અશુચિનો (હાડકાં માંસ ચરબી મલસૂત્ર આદિ વસ્તુઓનો) ભંડાર દેખે છે. ઉકરડો જ સમજે છે. (એવી જ રીતે સ્ત્રીને આશ્રયી પુરુષ પણ સમજવો) તેથી તે યોગીને વૈરાગ્ય થાય છે. નિમિત્તરૂપે રહેલો પદાર્થ ભલા-ભુંડાનો કર્તા નથી. પરંતુ સાધક એવો આ આત્મા નિમિત્તને શેમાં યુંજે છે ? તેના ઉપર મોટો આધાર છે. કુહાડો લાકડુ પણ કાપી આપે અને પગ પણ કાપી આપે. જો લાકડા ઉપ૨ જોડતાં ન આવડે અને પગ ઉપર જોડે તો લાકડુ કાપવાને બદલે પગ પણ કપાઈ જાય એવું પણ બને. તેમ અહીં પણ વીતરાગની મૂર્તિની પૂજા સ્તવના ભક્તિ આદિ માત્ર કરી લેવાથી અને તમે તારજો, એમ તારવાનું કાર્ય ભગવાનને ભળાવી દેવાથી કંઈ થઈ જતું નથી. તરનારે પોતે પોતાના આત્મામાં પ્રભુની ભક્તિ કરવા દ્વારા તેવા તેવા ગુણો લાવવાનું અને દોષો દૂર કરવાનું કાર્ય પણ કરવું જોઈએ. “આત્મતત્ત્વને જાણ્યા વિના અને આત્મશુદ્ધિના લક્ષ્યમાં પ્રભુપૂજાને મુંજ્યા વિના કેવળ સંગીતની પ્રિયતાથી કરાતી ભક્તિ એ શુભપ્રવૃત્તિ હોવાથી દેવભવ જરૂ૨ અપાવે. પરંતુ આત્મકલ્યાણ કરાવતી નથી. તેથી મૂર્તિપૂજકોએ પણ કેવળ બાહ્યવ્યવહારોના આડંબરોમાં જ આસક્ત થવું ઉચિત નથી.' પરંતુ પ્રભુભક્તિથી આત્માને માયાદિ દોષોથી રહિત બનાવવો એ જ સાર છે.
આમ, નિશ્ચય સાપેક્ષ શુભવ્યવહાર આદ૨વા જેવો છે. જેમ જેમ નિશ્ચય સાધ્ય અંશે અંશે સિદ્ધ થતું જાય છે. તેમ તેમ તેની નીચેના વ્યવહારો ત્યજતા જવાના હોય છે. અને ઉપર ઉપરના વ્યવહારો આદરતા જવાના હોય છે. આ પ્રમાણે બન્ને નયોની સાપેક્ષતાવાળા જીવો જ સંસાર તરે છે. એ જ જૈનશાસન પામ્યાનો સાર છે. II ૯-૧૧ ॥
નવમી ઢાળ સમાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org