________________
૨૧૬
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત વ્યવહારો, આ સર્વકાર્યો લગ્નાદિ કરનારા તે તે જીવોને કરવા પડતા હોય છે. પરંતુ સર્વે જીવોને કરવાના હોતા નથી. તેવી રીતે સુર્યાભદેવ આદિ દેવો પણ તે તે દેવનિકાયમાં ઉત્પન્ન થયા.તેથી તેઓની “આ કાર્ય કરવાની એક સ્થિતિ છે. મર્યાદા છે. તે દેવોનો આ કુલાચાર છે. એમ માનીએ તો શું દોષ ? એમ માનવાથી પ્રભુપ્રતિમાની પૂજા દેવ કરે એટલે સર્વેએ કરવી એવું નિશ્ચિત થતું નથી. - ઉત્તર= ઉપાધ્યાયજી મહારાજશ્રી કહે છે કે જો માત્ર કુલાચાર આચરવારૂપ સ્થિતિ (મર્યાદા) જ હોય તો બીજા બધા સાંસારિક વ્યવહારોમાં સર્વે જીવો પોત-પોતાના સાંસારિક વ્યવહારો કરીને ઘરે ચાલ્યા આવે છે. બીજું કંઈ પણ કાર્ય તે સંબંધી કરતા નથી. જ્યારે અહીં તો પ્રતિમાની પૂજા કર્યા બાદ ત્યાં ઉભા ઉભા પરમાત્માની સ્તુતિ કરે છે. હર્ષોલ્લાસમાં આવીને નાટક કરે છે. વિવિધ પ્રકારનાં નૃત્યો કરે છે. ભાવમાં આવીને ભક્તિવિશેષ કરે છે. તે બધું કેમ કરે ? જો મર્યાદા જ (કુલાચાર) માત્ર જ સાચવવાનો હોય તો, તે કાર્ય કરીને તુરત પોતાના સ્થાનમાં જ આવી જવા જોઈએ. તો ન થતિ છે ? તો જિનેશ્વરની સ્તુતિ કરવાનું (ગાન-તાન અને નૃત્ય કરવાનું) કેમ ઘટે ? દોઢસો ગાથાના સ્તવનમાં પણ કહ્યું છે કેએહ અપૂરવ દરિસણ દીઠું, સુરતરુ ફળથી મીઠું રે ! એ સંસારસમુદ્ર નાવા, તારણ તરણ સહારા રે || ર-૨ છે.
ધન ધન જિનવાણી | એમ વિસ્મય ભવભય ગુણરાગે, ઝીલે તેહ અતાગે રે | રાચે માચે ને વલી નાચે, ધરમ ધ્યાન મન સાચે રે ધનધન
|| ૫-૧૦ || થઈ થઈ કરતાં દે તે ભમરી, હર્ષે પ્રભુગુણ સમરી રે ! યોગ નિરાલંબન લય આણી, વશ કરતા શિવરાણી રે ધનધન
ને પ-૧૮ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org