Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨ ૧૪
પૂજયપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત
(૪)
(૨) કુમારપાલ મહારાજાએ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીના
ઉપદેશથી ઘણાં જિનમંદિરો અને તીર્થંકરપ્રભુની મૂર્તિઓ બનાવરાવી. (૩) વિમલશાહ મંત્રીએ આબુમાં દેલવાડાનું ભવ્ય જિનાલય બંધાવ્યું.
વસ્તુપાલ-તેજપાલે પણ આબુ ઉપર દેલવાડામાં ભવ્ય જિનાલય બંધાવ્યું. (૫) ધન્નાજીએ રાણકપુરનું ચૌમુખી સુંદર જિનાલય બંધાવ્યું. (૬) તારંગા ઉપર અજિતનાથ પ્રભુનું જિનાલય શ્રી કુમારપાલે બંધાવ્યું.
આવા પ્રકારનાં અનેક ઉદાહરણો તથા આગમપાઠો છે કે ગૃહસ્થોને આ દ્રવ્યપૂજા ઉપકારક છે. ગૃહસ્થો અર્થ અને કામના વ્યવસાયવાળા હોય છે. એટલે જિનમંદિર કે જિનપૂજા જેવા પવિત્ર આલંબન વિના ધર્મ વ્યવસાય સંભવતો નથી. અર્થદંડ જ સંભવે છે. બાળ-જીવોને માટે આ આલંબન અને ભક્તિયોગ અત્યન્ત ઉપકારક છે. માટે આ વાત માન્ય રાખવી જોઈએ. / ૯-૬,૭ //
દેવોએ દેવલોકમાં પ્રભુપ્રતિમા પૂજી હોય એવું હવે ત્રીજાં ઉદાહરણ આપે છે
વિજયદેવ વક્તવ્યતાજી, જીવાભિગમે રે એમ | જો સ્થિતિ છે એ સુરતણીજી, તો જિન ગુણ થતિ કેમ ૯-૮ |
સુણો જિન, તુજ વિણ કવણ આધાર II૧૦૧ || ગાથાર્થ= જીવાભિગમસૂત્રમાં વિજયદેવનો અધિકાર છે. જો કોઈ એમ કહે કે પૂજા કરવી એ તો દેવભવની સ્થિતિ છે. (કર્તવ્યતા માત્ર છે). (કુલાચાર માત્ર જ છે) તો ઉત્તર આપે છે કે પ્રતિમાની આગળ જિનેશ્વરના ગુણગાન ગાવાના કેમ હોય ? / ૯-૮ છે.
વિવેચન= “જીવાભિગમ” નામના ત્રીજા ઉપાંગસૂત્રમાં વિજય નામના દેવે પરમાત્માની પ્રતિમાની ભાવપૂર્વક પૂજા-સ્તુતિ-વંદના કરી છે. એવો અધિકાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org